તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • PGમાં ગુ. યુનિ.ના 1500 વિદ્યાર્થીઓએ અગ્રીમતા માટે પાટનગરમાં ધામા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PGમાં ગુ. યુનિ.ના 1500 વિદ્યાર્થીઓએ અગ્રીમતા માટે પાટનગરમાં ધામા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સવારથી સત્યાગ્રહ છાવણી ભાવિ તબીબોથી ઉભરાઇ ગયુ, બપોર બાદ મંત્રીને મળી કરી રજૂઆત

કેન્દ્રનાઆરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા 10 માર્ચ 17ના રોજ મેડીકલ કાઉન્સલીંગ ઓફ ઇન્ડિયાની સુચના આપી મેડીકલ અને ડેન્ટલ શાખામાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં સરકાર દ્વારા કોમન કાઉન્સેલીંગ કરવામાં આવશે.ત્યારે સ્થાનિક કક્ષાએથી પ્રવેશ કાર્યવાહી કરવી નહિંનો આદેશ કરાયો છે. દેશને લઇને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓનુ ગરાસ લુંટવામાં આવી રહ્યુ છે. ત્યારે સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત યુનિવર્સિટીના 1500 ભાવિ તબીબો એકઠા થયા હતા અને નુક્કડ કરીને પરીપત્રનો વિરોધ કર્યો હતો. બપોર બાદ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

મેડીકલના વિદ્યાર્થી સંકેત પંચાસરાએ કહ્યુ કે સરકારના નિર્ણયની હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકશાન વેઠવુ પડશે. મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય જિલ્લાઓમાંથી અભ્યાસ કરવા આવ્યા છે. તેનુ એક માત્ર કારણ અહિંયા અભ્યાસ બાદ પીજી કરવા મળે તે છે. પરંતુ સરકારે સ્થાનિક લેવલનુ કાઉન્સેલીંગને રદ કરી કોમન કાઉન્સેલીંગ અમલમાં લાવતા અહિંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકશાન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો