તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં LED લાઇટથી બિલમાં14 લાખની બચત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્થાપનાકાળવખતે ગાંધીનગર આજીવન સ્માર્ટ રહે તેમ સુઆયોજીત વિકાસ કરાયો છે. પરંતુ હવે વડા પ્રધાને સ્માર્ટ સિટી માટે નવો કોન્સેપ્ટ આપ્યો છે. યોજનામાં ગાંધીનગરની પસંદગી થાય તેના માટેના સર્વાંગી પ્રયાસો છતાં પરિણામ મળ્યું નથી. ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરની તમામ સ્ટ્રીટ લાઇટને વીજળીની 30થી 40 ટકા બચત કરતી એલઇડીમાં ફેરવવાનું કામ મોટાભાગે પૂર્ણ કરાયું છે. તેનું ધાર્યુ પરિણામ મળ્યું છે અને ફેબ્રુઆરી 2016ના રૂપિયા 38 લાખના બિલ સામે ફેબ્રુઆરી 2017નું બિલ 24 લાખ આવ્યું છે. કેન્દ્ર સરકાર નિયુક્ત કંપનીને બચતની રકમના 60 ટકા રકમ રૂપિયા 8.40 લાખ ચૂકવાશે. પરંતુ પાટનગર યોજના વિભાગને આમ છતાં રૂપિયા 5.60 લાખની બચત થશે.

પાટનગર યોજના વિભાગના વિદ્યુત શાખાના ઇજનેર ગુપ્તાના જણાવવા પ્રમાણે સ્ટ્રીટ લાઇટના પોલ પરની સોડિયમ લાઇટની જગ્યાએ એલઇડી લાઇટ લગાડવાની યોજનામાં વિભાગે 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. યોજના સંબંધે કેન્દ્ર સરકાર તરફથી નિયત કરાયેલી કંપની એનર્જી એફિસીયેન્ટ એજન્સી લીમીટેડ દ્વારા તમામ લાઇટ તેમના ખર્ચે બદલી અપાઇ છે અને કરાર પ્રમાણે 7 વર્ષ માટે તેની જાળવણી પણ કંપની દ્વારા કરાશે.

એલઇડી સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવ્યાના પગલે સરકાર પરનું વીજ બિલનું ભારણ ઘટશે. ઇજનેરી સુત્રોએ કહ્યું કે ઉદાહરણ તરીકે હાલમાં મહિને સ્ટ્રીટ લાઇટનું બિલ રૂપિયા 40 લાખ જેટલું આવે છે તે ઘટીને 24થી 26 લાખ પર આવી જવાથી બિલની રકમમાં તો ફાયદો થાય છે. ઉપરાંત જે રકમ બચી તેમાંથી 60 ટકા કંપનીને આપવાનાં હોવાથી બાકી રહેતા બચતના નાણાનો પણ ફાયદો થાય છે. ઉપરાંત 7 વર્ષ સુધી જાળવણી ખર્ચમાંથી પણ મુક્તિ મળી જાય છે.

સેક્ટરમાં 18 વોટથી લઇને માર્ગ પર 140 વોટની લાઇટ

અનેમાર્ગ પર 140 વોટની અને તે સિવાયના ક, ગ, ઘ, અને રોડ તથા માર્ગ નંબર 1થી 7 પર 120 વોટની એલઇડી રાખવામાં આવી છે. ઉપરાંત સેક્ટરમાં મુખ્ય આંતરિક માર્ગ પર 35 વોટ અને બાકીના પોલ પર 14 વોટની એલઇડી લગાડવામાં આવી છે.

બચતના 60 ટકા રકમ લઇને ખાનગી કંપની 7 વર્ષ સુધી જાળવણી પણ કરશે

મહિનાના વીજ બિલમાં ફાયદો કેવી રીતે થશે

પાયોવીને લાઇટો બદલવાનો 1 રૂ.નો પણ ખર્ચ નથી થયો

સ્માર્ટ સિટી કોન્સેપ્ટ અંતર્ગત ગાંધીનગરમાં તમામ સ્થળે એલઇડી સ્ટીટલાઇટો નાંખી દેવાઇ

પાટનગરમાં 18, 000 સ્ટ્રીટલાઇટનું મહિને 38 લાખનું બીલ ઘટીને 24 લાખ થઇ ગયું: તંત્રને ‘કમાણી’6 લાખની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો