• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • છાલાની સ્કૂલમાં તસ્કરો 5 રૂમમાંથી પોણા લાખનો સામાન ચોરી ફરાર

છાલાની સ્કૂલમાં તસ્કરો 5 રૂમમાંથી પોણા લાખનો સામાન ચોરી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાનાં પુર્વ વિસ્તારોમાં ગત વર્ષોમાં પણ શાળાઓમાં ચોરીની ઘટનાઓ બાદ તાજેતરમાં દહેગામનાં અંતોલીની શાળામાં ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે ગાંધીનગર તાલુકાનાં છાલાની હાઇસ્કુલમાં ત્રાટકેલા તસ્કરો પ્રિન્સીપાલ ઓફિસ સહિત 5 રૂમનાં તાળા તોડીને રૂ. 75 હજારનો સામાન ઉઠાવી ગયા હતા. ચિલોડા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે પ્રિન્સીપાલ દ્વારા લખાયેલી ફરીયાદ બાદ આરોપીઓ સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગર જિલ્લામાં શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર તાલુકાનાં છાલા ગામે આવેલી કે એમ સર્વોદય વિદ્યાલયમાં 5 રૂમોનાં તાળા તુટવાની ઘટના શનિવારે સવારે સામે આવતા ચિલોડા પોલીસ છાલા દોડી ગઇ હતી.

પોલીસે તપાસ કરતા પ્રિન્સીપાલરૂમ, સ્ટાફ રૂમ, વોટરરૂમ તથા કોપ્યુટર રૂમનાં નકુચા તોડીને તસ્કરો ડીવીડી પ્લેયર, ટેબલ ક્લોથ, એચસીએલ કંપનીનો કોમ્પ્યુટર સેટ, 42 ઇંચનું એલઇડી ટીવી તથા અન્ય સ્પેરપાર્ટસ મળીને કુલ રૂ. 75 હજારની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યુ હતુ. જે અંગે હાઇસ્કુલનાં આચાર્ય સબીલભાઇ અમુભાઇ પટેલે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી પઠાણે દિશામાં તપાસ હાથ ધરી છે.

સુત્રોનાં જણાવ્યાનુંસાર ચોરીનાં સ્થળ પરથી બે શખ્સોનાં પગલાનાં નિશાન જોવા મળ્યા છે. ત્યારે ડોગ સ્કવોડની મદદ લઇને પોલીસ દ્વારા તસ્કરોનું પગેરૂ મેળવવા પ્રયાસ આદરવામાં આવ્યા છે.

ગાંધીનગરનાં પૂર્વ વિસ્તારોની સ્કૂલોમાં ચોરીઓ વધી

રૂમના તાળા તોડી તસ્કરો DVD પ્લેયર, ટેબલ ક્લોથ, કોમ્પ્યુટર, LED લઇ ફરાર થઈ ગયા

અન્ય સમાચારો પણ છે...