• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ભાસ્કર િવશેષ | વધુ બે સ્કૂલો કોર્ટમાં જતાં કોર્ટમાં જનાર સ્કૂલોની સંખ્યા 17 પહોંચી, વધુ સ્થિતિ કોર

ભાસ્કર િવશેષ | વધુ બે સ્કૂલો કોર્ટમાં જતાં કોર્ટમાં જનાર સ્કૂલોની સંખ્યા 17 પહોંચી, વધુ સ્થિતિ કોર્ટનાં ચુકાદા બાદ ખબર પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા ખાનગી પ્રાથમિક શાળાઓ માટે રૂ. 15 હજાર સુધી વાર્ષિક ફી લેવાનાં બનાવેલા ફી નિયમન કાયદા હેઠળ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાનાં 11 જેટલી શાળાઓએ 15 હજારથી વધુ ફી ઉઘરાવવાની છૂટ માંગતી દરખાસ્તો કરી હતી. પરંતુ નિયમન કમિટીનાં તેવર જોતા 6 શાળાઓએ દરખાસ્તો ખેંચીને એફિડેવિડ રજૂ કરી દીધા છે. જયારે બે સ્કુલ કોર્ટમાં ગઇ છે. ત્યારે હવે 5 સ્કુલોની માંગને લઇને હીયરીંગ પ્રક્રિયા ચાલી રહી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સરકારનાં ફિ નિયમન કાયદા હેઠળ 140 જેટલી સ્કુલોએ તો કાયદો સ્વિકારીને એફીડેવીટ રજુ કરી દીધા છે. પરંતુ રૂ. 50 હજારથી રૂ. 1.50 લાખ સુધી સુધી ફી ઉઘરાવતા શાળાઓ ભારે નારાજ છે. જેને લઇને પ્રાથમિક તબક્કે જિલ્લાની 14 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ ફી વધારે લેવાની છુટ આપવા મુદ્દે કોર્ટમાં ગઇ હતી.

જયારે 14 જેટલી શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી માફરતે ઝોન કમિટી સમક્ષ ફી વધારાની દરખાસ્તો મુકી હતી. જેમાંથી કેટલાક શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા કારણે કમિટીએ ગ્રાહ્ય રાખ્યા નહોતા. જેના પગલે બે શાળાઓ કોર્ટમાં ગઇ છે. તે પહેલા પણ એક સ્કુલમાં કોર્ટમાં ગઇ હતી.

ત્યારે જિલ્લામાંથી કોર્ટમાં જનાર શાળાઓની સંખ્યા 17 પહોચી છે. જયારે જે 11 શાળાઓએ કમિટીમાં દરખાસ્ત મુકી હતી તેમાંથી પણ 6 સ્કુલો નિયમ પ્રમાણે 15 હજાર સુધીની ફી લેવા માટે માની ગઇ છે અને એફીડેવીડ આપી દીધુ છે.

ત્યારે હાલનાં તબક્કે 5 શાળાઓની માંગણી મુદ્દે હીયરીંગ ચાલી રહ્યુ છે. જેમાંથી વધુ 3 શાળાઓ નજીકનાં દિવસોમાં સરકારે નિયત કરેલી ફિ લેવા માની જાય તેવા અણસાર છે. ત્યારે 30મી ઓગષ્ટ સુધીમાં સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. પરંતુ કોર્ટમાં જનાર શાળાઓની સ્થિતી કોર્ટનાં ચુકાદા બાદ ખબર પડશે.

50 હજારથી દોઢ લાખ સુધીની ફી ઉધરાવતી શાળા નારાજ

સૂત્રોનાજણાવ્યા અનુસાર જે શાળાઓ રૂ. 50 હજારથી 1.50 લાખ સુધીની ફી ઉઘરાવતી હતી તે શાળાઓ ભારે નારાજ છે. જેને મુદ્દે 14 જેટલી ખાનગી શાળાઓ ફી વધારે લેવાની છૂટ આપવા માટે કોર્ટમાં ગઈ હતી. પરંતુ કમિટીએ ગ્રાહ્ય રાખી હતી.

શૈક્ષણિક ફિ નિયમન એક્ટ: ફી વધારો માંગનાર 11માંથી 6 ખાનગી સ્કૂલો માની ગઇ, પાંચની સુનાવણી ચાલી રહી છે

અન્ય સમાચારો પણ છે...