• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જિલ્લામાં સંગ્રહખોરો પર પુરવઠા તંત્રનાં દરોડા, 3.27 લાખનો માલ રાજયસાત

જિલ્લામાં સંગ્રહખોરો પર પુરવઠા તંત્રનાં દરોડા, 3.27 લાખનો માલ રાજયસાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનજરૂરીયાતની ચીજોનાં સતત ઉંચકાઇ રહેલી મોંઘવારી વચ્ચે ઘણા વેપારીઓ દ્વારા અનાજ, કઠોળ તથા તેલનો જથ્થાનો ગેરકાયદે સંગ્રહ કરીને કૃત્રિમ ભાવ વધારો ઉભો કરીને ઉંચો નફો કમાતા હોય છે. આવા શખ્સો સામે કાર્યવાહી કરવાની જવાબદારી અન્ન અને નાગરીક પુરવઠા વિભાગની બને છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2011થી પુરવઠા વિભાગ દ્વારા 858 જેટલા દરોડા પાડીને રૂ. 3.27 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે.

ખેતરોમાં પાકતા અનાજ તથા અન્ય ઉત્પાદનો ગ્રાહકો સુધી પહોચે ત્યારે ભાવ અનેક ગણો વધી જાય છે. ખાસ કરીને કોઇ ઉત્પાદન માંગની સરખામણીએ ઓછુ મળે ત્યારે શોર્ટેઝનાં કારણે ભાવ આસમાને પહોચી જાય છે. ગત દિવસોમાં દાળનાં ભાવમાં થયેલો વધારો તથા મગફળીનાં તેલમાં પણ રીતે વધારો થયો હતો. ભાવ વધારા પાછળ વેપારીઓના નફા ઉપરાંત સંગ્રહખોરોની પણ ભુમિકા રહેલી છે. મુક્ત બજારોમાંથી હોલસેલમાં મોટો જથ્થો ખરીદી લઇને બજારમાં મુકીને સંગ્રહ કરીને કૃત્રિમ તંગી નિર્માણ કરી ભાવ વધારો કરીને મોટો નફો ખાંટતા હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા વર્ષ 2011થી 2016 દરમિયાન આવા સંગ્રહખોરો પર 858 દરોડા પાડ્યા હતા.

જેમાં ગેરકાયદે સંગ્રહ કરેલું 3024 કિલો ખાદ્યતેલ, 675 કિલો કઠોળ તથા 430.5 ક્વીન્ટ અનાજ મળ્યુ હતુ. કુલ રૂ. 327382ની કિંમતનો ચિજોનો જથ્થો રાજ્યસાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદે સંગ્રહ કોને ગણી શકાય તે બાબતે પુરવઠા વિભાગનાં જાણકાર સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે હોલસેલરો કે નાના વેપારીઓ મુક્ત બજારમાંથી જે ખરીદી કરે તેનાં કાયદેસરની બિલીંગ હોય છે. જે કાયદેસર છે. પરંતુ કેટલાક વેપારીઓ કોઇ પણ જાતનાં બિલીંગ વગર ઉચો લાભ ખાંટવા માટે સંગ્રહ કરતા હોય છે. જે હવે ગેરકાયદેસર છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશેે.

આવી પ્રવૃતિ આચરતા શખ્સો સામે કાર્યવાહી કરવાની જવાબદારી અન્ન -નાગરીક પુરવઠા વિભાગની બને છે

દરોડામાં અનાજ, કઠોળ, ખાદ્યતેલનો વધુ જથ્થો પકડાયો હતો

અન્ય સમાચારો પણ છે...