• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે સીમા દર્શન કાર્યક્રમ યોજાયો

જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે સીમા દર્શન કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીયમાધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત મૂકબધિક શાળા, ગાંધીનગર અને દહેગામ, નવજીવન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, મંથન સંસ્થા દ્વારા જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે અનોખા પ્રવાસનું આયોજન કરાયું હતું. 200 જેટલા બાળકોએ અને 25 શિક્ષકાએ પાકિસ્તાન અને ભારતની બોર્ડર નિહાળી હતી. જ્યાં બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકામાં સ્થિત નડાબેટ બીએસએફ કેમ્પ અને ભારત-પાકિસ્તાન સીમાની મુલાકાત તથા અધિકારીઓ સાથે વાતચિત કરી હતી. દરમિયાન બીએસએફ દ્વારા આયોજિત પરેડ નિહાળીને આનંદી થયા હતાં. બાળકોએ અધિકારીઓ સમક્ષ સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કર્યો હતો. અભિયાનના નિયામક જે કે ગઢવી, સંયુક્ત નિયામક ડી એસ ગઢવીએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...