મારા પતિ રોજ દારૂ પીને આવે છે, કાયદેસરની કાર્યવાહી કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દારૂબંધીની કડક અમલવારીની વાતો વચ્ચે ઠેર ઠેર માર્ગો પર દારૂનાં નશામાં ધૂત પિયક્કડો પડેલા જોવા મળે છે. નાગરીકો માટે આવા દ્રશ્યો સેકટર 14 તથા 24 વિસ્તારમાં સામાન્ય છે. ત્યારે સેકટર 24માં રહેતી એક મહિલાએ પતિની દારૂની ટેવથી કંટાળીને દિયરની મદદથી પતિને પોલીસમાં પકડવીને કાયદેસરની કારવાહી કરવા માંગણી કરતી ફરીયાદ નોંધાવી છે. સેકટર 21 પોલીસે દિનેશ પ્રેમજી પરમાર નામનાં આ શખ્સ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. નવાઇની વાત છે કે દારૂડીયા મળે છે પણ દારૂ વેચતા લોકો સામે કડક કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...