તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સે. 20માં શ્રીલંકા-પાક.ની મેચ પર સટ્ટો રમાડતા બેની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરએલસીબીની ટીમે બાતમીનાં આધારે શુક્રવારે સાંજે સેકટર 20માં દરોડો પાડીને શ્રીલંકા-પાકિસ્તાનની મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને રૂ. 49 હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા. બંને આરોપીઓને સેકટર 21 પોલીસને સોપવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર પીએસઆઇ વિ યુ ગડરીયા પોતાની ટીમનાં જવાનો સંદિપભાઇ, અબ્બાસખાન તથા વિક્રમભાઇ સાથે શુક્રવારે સાંજે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે શહેરનાં સેકટર 20નાં ટાઇપમાં બ્લોક નં 58/3 ખાતે એક હેર સલુન ચલાવતો શખ્સ ટ્વેન્ટી-ટ્વેન્ટીની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધારે પોલીસે મોડી સાંજે સેકટર 29નાં મકાનમાં દરોડો પાડતા મનુ ઇશ્વરભાઇ નાઇ તથા સેકટર 21ની વાસ્તુ નિર્માણ સોસાયટીમાં રહેતો અને ઓટો કન્સલટન્સીનાં વ્યવસાય સાથે સંકળાયેલો સુરેશ જીવાભાઇ પટેલ નામનો શખ્સ સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેના પગલે એલસીબી ટીમે શખ્સો પાસેથી રૂ.16310ની રોકડ રકમ, પોર્ટેબલ ટીવી તથા એક્ટીવા મળી કુલ રૂ. 49810નો મુદામાલ કબજે કરી બંને શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબી ટીમે બંને આરોપીઓને કબજે કરેલા મુદામાલ સાથે સેકટર 21 પોલીસને સોપીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...