તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 લાખનાં ચેક રીટર્ન કેસમાં શખ્સને એક વર્ષની સાદી કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદનાંબોડકદેવ વિસ્તારમાં રહેતા એક શખ્સે ગાંધીનગરનાં એક બિલ્ડર મિત્ર પાસે રૂ. 4 લાખની કિંમતનું બાંધકામ કરાવી લીધુ હતુ. જેની ચુકવણી પેટે બિલ્ડરને આપેલો ચેક પરત ફરતા આરોપી શખ્સને 1 વર્ષની સાદી કેદ તથા રૂ 5 હજારનો દંડ ફટકારાયો હતો.

ગાંધીનગર શહેરનાં સેકટર 4સીમાં પ્લોટ નં 1280/2 ખાતે વીર ઇન્ફ્રાસ્ટ્રકચરના નામે ઓફિસ ધરાવતા વિશાલસિંહ પ્રવિણસિંહ ચૌહાણે અમદાવાદનાં બોડકદેવ વિસ્તારમાં આવેલા શ્યામ વિહાર ફ્લેટ્સમાં રહેતા નરેન્દ્રસિંહ ગુલાબસિંહ બિલધૈયાએ વિશાલસિંહને ગાંધીગનર સેકટર 25 જીઆઇડીસી પાછળ સધીમાતાનાં મંદિર પાસે આવેલા પ્લોટ ભાડે રાખીને ગાય ભેસ રાખીને ડેરીફાર્મ બનાવવા રૂ. 4 લાખમાં કામ આપ્યુ હતુ. જે પેટે આરોપી નરેન્દ્રસિંહે રૂ. 1 લાખનો ચેક લખી આપીને રૂ. 1 લાખનો રોકડ આપી હતી. જયારે બાકીને રૂ. 2 લાખો થોડા સમય પછી આપવા જણાવ્યુ હતુ. વિશાલસિંહે ચેક જમા કરાવતા અપુરતા બેલેન્સનાં શેરા સાથે પરત ફર્યો હતો. કેસ કોર્ટમાં ચાલી જતા નરેન્દ્રસિંહ બિલધૈયાને 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 5 હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો.

બિલ્ડરને મકાનના કામ પેટે ચેક અપાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો