તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધુરા કામો સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરા કરવાનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર

ગ્રામ્યવિસ્તારના અધુરા વિકાસકામો સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરા કરવા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)એ તમામ શાખાના અધિકારીઓને આદેશ કરાયો હતો. ઉપરાંત વિકાસલક્ષી અને ગ્રામલક્ષી યોજનાઓના અમલીકરણ માટે સજાગ રહેવા તાકિદ કરી હતી.

જિલ્લા પંચાયતની તમામ શાખા અધિકારીઓ અને ટીડીઓ સાથે ડીડીઓની બેઠક શુક્રવારે યોજાઇ હતી. જેમાં ડીડીઓ ડી.પી દેસાઇએ બાકી રહેલા વિકાસ કામો તેની સમય મર્યાદામાં પુરા કરવા કડક સૂચના આપી હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને ગ્રામ્ય પ્રજાના આવશ્યક પ્રશ્નોના નિકાલ માટે દર માસે બેઠક યોજવાની તાકિદ પણ કરી હતી. બેઠકમાં આગામી કામનું આયોજન કરવા અને થયેલા કે બાકી રહેલા કામની સમિક્ષા કરવા જણાવ્યું હતું. તેનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવા પણ જણાવ્યું હતું. આજ પ્રમાણે તાલુકા કક્ષાએ પણ દર મહિને શાખા અધિકારીઓની બેઠક બોલાવી સંકલન કરવા અને ગ્રાન્ટના કામો પુરા કરવા જણાવ્યુ હતું. ડીડીઓએ ગત નાણાકીય વર્ષમાં વિવિધ વિસ્તારના બાકી રહેલા વિકાસ કામો 30મી સપ્ટેમ્બર સુધીમાં પુરા કરવા આદેશ કર્યો હતો. તેનું પાલન નહીં કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલા ભરવાની ચિમકી પણ તેઓએ આપી હતી. વિકાસકામોમાં ગુણવત્તા જળવાઇ રહે તેની તકેદારી રાખવાની જવાબદારી નિભાવવા પણ કહ્યું હતું. ઉપરાંત જિલ્લાના અનેક ગામમાં સ્વચ્છતા અંગે તલાટી અને સરપંચ દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાની ટકોર કરી તે કોઇ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય તેમ જણાવ્યું હતું.

ડીડીઓએ તમામ શાખાના અધિકારીઓ સાથે બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો