તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલ કેમ્પસમાંથી રિક્ષા ચોરનાર શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં વધી રહેલા વાહન ચોરીનાં બનાવોમાં સિવિલ હોસ્પીટલ કેમ્પસમાંથી પણ બાઇક્સ તથા સીએનજી રીક્ષાઓ ચોરાઇ જવાની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે 5 માસ પુર્વે મેડીકલ સ્ટોર સામેથી રીક્ષા ચોરી જનાર શખ્સને ઝડપી પાડવામાં ગાંધીનગર એલસીબી ટીમને સફળતા મળી છે.

વાહન ચોરીનાં બનાવોમાં આરોપીઓ સુધી પહોચવા જિલ્લા પોલીસ અધિક્ષકનાં આદેશનાં પગલે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન એલસીબીનાં જવાનો કરણસિંહ, સંદિપકુમાર, જયવીરસિંહ, કેતનકુમાર, દિગ્વીજયસિંહ પેટ્રોલીંગમાં હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલી રીક્ષા નં જીજે 18 એયુ 702 ગાંધીનગરમાં ફરતી હોવાની બાતમી જવાન સંદિપકુમારને મળી હતી. બાતમીનાં આધારે એલીસીબી ટીમે વોચ ગોઠવીને આરોપી અજમલજી હરીજી ઠાકોર(રહે વિસનગર, ધુળીમાની ચાલી, ખેરાલુ રોડ, મહેસાણા)ને ઝડપી લીધો હતો. તેમની ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેમણે સિવિલ કેમ્પસમાંથી રીક્ષા ચોરી હોવાની કબુલાત કરી હતી. જે અંગે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ સેકટર 7 પોલીસ 6 માસ સુધી આરોપીને ઝડપી શકી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો