તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • નદી કે તળાવમાં નહી મનપાના કુંડમાં કરો શ્રીજીનું વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નદી કે તળાવમાં નહી મનપાના કુંડમાં કરો શ્રીજીનું વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારે સવારે 7:55થી વિસર્જન માટે શુભ મૂહર્ત

દિવ્યભાસ્કરદ્વારા માટીના ગણેશનું ઘરે ઘરે સ્થાપન થાય અને તેમનું ઘર આંગણે વિસર્જન થાય તે અભિયાન ચલાવાયું છે. જેનો ઉદ્દેશ ભવિષ્ય માટે શહેરોનાં તળાવો, સરોવરોનું સંરક્ષણ કરવાનો છે. ત્યારે પીઓપીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની જગ્યાએ એવા સ્થળે થાય જેનાથી જળ પ્રદૂષણ અટકે. રવિવારે સાત દિવસ થતા મોટી સંખ્યામાં શ્રીજીનું વિસર્જન થશે. ત્યારે ગાંધીનગરમાં મહાપાલિકા તંત્ર દ્વારા ઇન્દ્રોડા ખાતે બનાવવામાં આવેલા કુંડમાં શ્રીજીનું વિસર્જન કરવા નાગરિકોને અપીલ કરાઇ છે.

વિસર્જન ઘરે પણ કરાય

ગણેશજીનાવિસર્જનના સમયે પ્રદુષણ ફેલાય તેની કાળજી રાખવી જરૂરી છે. ભગવાનની મૂર્તીને ઘર આંગણે વિસર્જન કરવાથી ભગવાન સદાય આપણા આંગણામાં વસે છે. તેથી શ્રીજીનું ઘરઆંગણે વિસર્જન કરવા લોહાણા યુવા સંગઠન પ્રમુખ નિલેશ પુજારા, ભુવનેશ્વર યુવક મંડળ આગેવાન સંદીપ જોષી,નિલકંઠ વિલા મંડળના પ્રમુખ જયેશ બ્રહ્મભટ્ટે અપીલ કરી છે.

વિસર્જન સમયે કેવી રીતે પૂજા કરવી

પંચદેવનાનિલકંઠ શાસ્ત્રીજીએ જણાવ્યુ હતું કે મૂર્તિને ઘરે વિસર્જન કરતા પહેલા તેમાં આંકડો, બિલ્વપત્ર અને જવ વગેરે પત્ર તથા પુષ્પથી પૂજા કરવી અને મોદક ધરાવી આરતી કરી ક્ષમાપન પ્રાર્થના કરી એક, પાંચ, છ, દસ કે એકવીસ વ્યક્તિ દ્વારા ભગવાનના સ્વરૂપને બાજઠથી ખસેડીને ઉપાડવું અને નામ સ્મરણ નાદ, વાદ અને તાલ વગેરે કરતા બહાર લઇ જઇને માર્ગ પર આવી જવું તથા પાણીમાં પ્રવેશ કરતાં પહેલા ગણેશમૂર્તિને એક, પાંચ, વાર ડુબકી લગાડાવી સ્વયં ડૂબકી લગાવી જલતત્વના દેવે પુર્નજલતત્વમાં મળી જાય તેવી પ્રાર્થના કરી વિસર્જન કરવું.

શ્રીજીની સ્થાપના કર્યા બાદ શનિવારે ઇન્દ્રોડા ખાતે બનાવેલા તળાવમાં શ્રીજીને જલવિદાય આપવામાં આવી હતી. તસવીર કલ્પેશભટ્ટ

પ્રકૃતિ પ્રેમ|મહાનગરપાલિકા દ્વારા ઇન્દ્રોડા ખાતે તૈયાર કરાયેલા કુંડ ખાતે નાગરિકોએ ગણેશજીને જલવિદાય આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો