તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગણેશ મહોત્સવના સાતમાં દિવસે વિવિધ સ્થળે શ્રીજીનું વિસર્જન કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ મહોત્સવના સાતમાં દિવસે વિવિધ સ્થળે શ્રીજીનું વિસર્જન કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેર અને જિલ્લાઓના વિવિધ ગામડાઓમાં પણ એમા પણ પેથાપુર ગામમાં પણ ગણેશજીનો મહિમા વધ્યો છે ત્યારે દુંદાળા દેવ ગજાનંદની ત્રણ, પાંચ અને સાત દિવસ શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરાઇ છે. ત્યારે ભગવાનની ભક્તિ ગણેશભક્તો લીન બન્યા છે. તો ક્યાંક શ્રીજીને અશ્રૃભીની આંખે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી. 10 દિવસ સુધી ભગવાનની સ્થાપના કર્યા બાદ જુદા જુદા સ્થળોએ ધાર્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાય છે. જેમાં ડાન્સ, ડાયરો, મ્યુઝીકલ નાઇટ, ગીત સ્પર્ધા અને અન્નકૂટ સહિતનું આયોજન કરાય છે.

આજે નગરના ગણેશોત્સવમાં ક્યા ક્યા કાર્યક્રમ યોજાશે

ગણેશોત્સવના છઠ્ઠા દિવસે રાત્રીના સમયે સેકટર 22 સ્થિત સાર્વજનિક ગણેશોત્સમાં રવિવારે બપોરે 3 વાગે શ્રીજીની પૂજા-અર્ચના કરાશે. ત્યાર બાદ શોભાયાત્રા પંચદેવ મંદિરથી નિકળીને ભગવાનની મૂર્તિનું વિસર્જન કરાશે. સેકટર 3 ડી યુવક મંડળ દ્વારા સવારે 10 વાગે ભગવાની પૂજા બાદ વિસર્જન સ્થળ પર શ્રીજીને જલવિદાય અપાશે. સેકટર 6 સાર્વજનિક ગણેશોત્સવમાં યુવક મંડળ દ્વારા 11 મીએ ડાન્સ ઇન્ડિયા ડાન્સના કલાકારો તથા શહેરની શાળાઓના બાળકો દ્વારા ડાન્સ સ્પર્ધા યોજાશે જ્યારે પેથાપુરના નિલકંઠ વિલા યુવક મંડળ દ્વારા સવારે 8થી 3 વાગે 1008 આઇટમોનો મહાઅન્નકૂટ યોજવામાં આવશે અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો યોજાશે.

શહેરના સે-22 અને સે-3 ડી ખાતે આજે વિસર્જન અને પેથાપુર અને સે-6 ખાતે ધાર્મિક કાર્યક્રમ

ગાંધીનગરમાં ગજાનંદની સ્થાપના કર્યા બાદ શનિવારે શ્રીજીને જલવિદાય આપવામાં આવી છે. ત્યારે સેકટર 22 અને 3 ડી ખાતેના સાર્વજનિક ગણેશમહોત્સવના પંડાલોમાં રવિવારે શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે અન્ય પંડાલોમાં આરતી અને ડાન્સના કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો