તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • આરોગ્ય તંત્રની ઢીલી નીતિના વાંકે ખાનગી પ્રેક્ટીસ કરતા તબીબો નોંધણીમાં ઉદાસિન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય તંત્રની ઢીલી નીતિના વાંકે ખાનગી પ્રેક્ટીસ કરતા તબીબો નોંધણીમાં ઉદાસિન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના એલોપથી, આયુવેદિક, હોમિયોપથિક અને જનરલ પ્રેક્ટીસ કરતાં ખાનગી તબીબોને રજિસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાન્યુઆરી,2014માં આદેશ કરાયો હતો. શરૂઆતમાં મોટા ઉપાડે ચિમકી અપાતાં એક મહિનામાં 214 તબીબોએ નોંધણી કરાવી હતી. તે પછી તંત્રની ઢીલી નીતિના કારણે ખાનગી તબીબો નોંધણી કરાવવામાં ઉદાસિનતા દાખવી રહ્યાં છે અને તંત્રના આદેશની કોઇ પરવા કરતા નથી. સંજોગોમાં અત્યાર સુધીમાં કુલ 400થી વધુ તબીબોની નોંધણી થઇ શકી નથી.

અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળો અને ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નિકળતો હાયે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતી રોગચાળાની સ્થિતિની સાચી હકીકતો મેળવવામાં તંત્ર મુશ્કેલી અનુભવતુ હોય છે. સ્થિતિમાં તબીબોને સારવાર માટેની સૂચના આપવા અને રોગચાળાના સાચા આંકડા મેળવવા, આરોગ્ય તંત્ર સાથે સંકલન જાળવવાના હેતુથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 4 તાલુકા મથકોએ તેમજ ગ્રામ્ય કક્ષાએ ખાનગી પ્રેક્ડટીસ કરતાં તબીબોની નોંધણી પ્રક્રિયા મોટા ઉપાડે હાથ ધરી હતી. તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તબિબોને જાહેર નોટિસો ફટકારાઇ હતી.

તેમાં તમામ સીએચસી અને પીએચસીના સ્ટાફને સૂચના અપાઇ હતી કે તમારા વિસ્તારમાં ખાનગી પ્રેક્ટીસ કરતા તબીબોની યાદી બનાવી મોકલી આપો અને તેમને નોંધણી કરાવવાની સૂચના આપો. તેમ છતાં ખુદ આરોગ્ય તંત્રના સ્ટાફને પણ કામગીરીમાં જાજો રસ હોય તેમ 3 વર્ષથી વધુ સમય વિતી જવા છતાં જોઇએ તેવી કામગીરી થઇ નથી. જિલ્લામાં ખાનગી પ્રેક્ટીસ કરતા તબીબોની સંખ્યા અંદાજે 2 હજારથી વધુ આંકવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઉંટવૈદ્યની બોલબાલા

બોગસ તબીબો પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનો પ્રશ્ન અગાઉની સામાન્ય સભામાં ચગ્યો હતો. અગાઉ કેટલાક સભ્યોએ બોગસ તબીબો અંગે ફરિયાદો કરી હતી. તેના પગલે ઉંટવૈદોને ઝડપી લઇ તેમની સામે પોલીસ કાર્યવાહી કરવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ હતી. ત્યારે જિલ્લામાં 19થી વધુ બોગસ ડોક્ટરો ઉંટવૈદુ કરતા જણાંતા તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ખોટી ડિગ્રી ધરાવનારા 7 બોગસ તબીબો મળી આવતાં તેમના દવાખાના બંધ કરી દેવામાં આવ્યાં હતાં. તે પછી કાર્યવાહી મહદઅંશે બંધ કરી દેવાતા ગ્રામ્ય વિસ્તારમાં ઉંટવૈદુ કરનારા બોગસ તબીબોને ફાવતુ જડ્યુ છે અને તેઓ અશિક્ષિત પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે.

જિલ્લા ગ્રામ્યમાં ખાનગી પ્રેક્ટીસ કરતા બે હજારથી વધુ તબીબો ઉપર તંત્રની કોઇ પકડ નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો