તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • નેશનલ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં સાઇની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં સાઇની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરનાસાઇના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ શહેરનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે તેમાં એક બીજું વિજયનું પીંછું ઉમેરાયું છે. રાજસ્થાનના ખાતે જુનિયર ખેલાડીઓ માટે 33મી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેસલમેર ખાતે 6 દિવસીય ચેમ્પિયનશીપમાં સેકટર 15 સ્થિત સાઇની મહિલા હેન્ડબોલ ટીમે ભાગ લીધો હતો. જેમાં સાઇની મહિલા હેન્ડબોલ ટીમે વિજય થઇને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. વિજેતા થનાર ખેલાડીઓને રીજનલ ડાયરેકટર આર કે નાયડુએ અભિનંદન પાઠવ્યાં હતાં.

દેશભરમાં સરકાર સ્પોર્ટને પ્રોત્સાહિત કરી રહી છે. થોડા સમય પહેલા આંતરાષ્ટ્રીય રીયો રમતમાં બહેનોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને દેશને મેડલ અપાવ્યું છે. ત્યારે સાઇની મહિલાઓએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા બાદ ફરીથી મેડલ મેળવી ગાંધીનગરને ગૌરવ અપાવ્યું છે. રાજસ્થાનના જેસલમેર ખાતે 6 દિવસીય 33મી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયન શિપ યોજાઇ હતી. સ્પર્ધામાં ભારતના દરેક રાજ્યોમાંથી મહિલા હેન્ડબોલના ખેલાડીઓ આવ્યા હતાં. તેમાં રાજસ્થાન,ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલા, દિલ્લી, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોના ખેલાડીઓનો સમાવેશ થાય છે. સાઇના કોચ શશી મોહન ધુમલના માર્ગદર્શન હેઠળ મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યુ છે. ટીમમાં 7 ગર્લ્સ ટીમમાં પંકજા, તન્મયી, અનુજ, સુદેશ, અનીજા પોનીયા, પૂજા અને તનુંનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટના હાઇ સ્ટે 168 ગોલ ગર્લ્સ ટીમે કર્યા હતાં.

રાજસ્થાન ખાતે યોજાયેલી 33મી જુનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં ગાંધીનગરની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો