તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે-24માં ગટરના પાણી ઘરમાં, સુવિધાના કર્મચારીઓ મોજમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાસેક્ટર 24માં સુવિધા કચેરીના પાપે રહીશોને પારાવાર હાલાકી વેઠવી રહી છે. ફરિયાદ લખાવ્યા પછી 15 દિવસ સુધી પણ ગટરો સાફ કરવા આવતા નથી. પરિણામે રોગચાળો ફાટી નિકળવાની દહેશત વર્તાઇ રહી છે. ત્યારે કચેરીમાં મોજ કરતા કર્મચારીઓ રહીશોને દુવિધામાંથી બહાર લાવે તેવી માંગ કરી છે.

શહેરમાં વરસાદે પોરો ખાધ્યો છે પરંતુ નાગરિકોની પરેશાની ઠેરની ઠેર જોવા મળી રહી છે. સેક્ટર 24માં મકાનોમા ગટરના પાણી ઘરમાં ભરાઇ રહ્યા છે. ત્યારે સુવિધા કચેરી કચેરીમાં ફરિયાદ કરવા છતા ધ્યાન આપવામાં આવતુ નથી. લોકોને હાડમારી વેઠવા મજબુર બનાવામા આવી રહ્યા છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી દ્વાર ઉદ્ધતાઇ ભર્યા જવાબો આપવામાં આવી રહ્યા હોવાની આક્ષેપ કરાઇ રહ્યા છે.

ગટરના પાણીની ફરિયાદ કરવા સુવિધા કચેરીમાં ગયેલા સેંધાજી ઠાકોરે કહ્યું કે અમે સેક્ટર 24 સુવિધા કચેરીમાં ગટરના પાણી ઘરમાં આવી રહ્યા હોવાથી ગટર સાફ કરવાની ફરિયાદ કરી હતી. તે ફરિયાદને 15 દિવસ થવા આવ્યા છતા કોઇ ઉકેલ આવતા ફરીથી ગયા હતા. ત્યારે હાજર કર્મચારીએ જવાબ આપ્યો કે વારંવાર ફરિયાદ કરવા નહીં આવવાનું અને બુમો નહી પાડવાની તેનો સમય આવે નિરાકરણ આવી જશે. તેવા ઉડાઉ જવાબો આપતા હતાં. જ્યારે કમિશ્નરને ફરિયાદ કરવાની વાત કરતા જ્યાં જવુહોય ત્યા જવાની છુટ છે. કોઇ મારુ કઇં બગાડી શકશે નહીં. ત્યારે કર્મચારીઓના હોશ ઠેકાણે લાવી ઉભરાતી ગટરોની સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવે તેવી નાગરિકોની માંગ છે.

સેક્ટર 24માં ગટરના પાણી ઘરમાં ફરી વળતા રહીશો હાલાકી વેઠી રહ્યા છે. તસવીર-કલ્પેશ ભટ્ટ

વસાહતીઓની વારંવાર રજૂઆત છતાં પાલિકાના પેટનંુ પાણી હલતંુ નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો