તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • શિક્ષક દિને શિક્ષકની ભૂમિકા અદા કરનારા છાત્રોનું સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષક દિને શિક્ષકની ભૂમિકા અદા કરનારા છાત્રોનું સન્માન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીસર્વ વિદ્યાલય અને નર્સિંગ કોલજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્વયં શિક્ષક દિવસે એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ હતું. ઉપરાંત વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયુ હતું. થનાર ખેલાડીઓને રીજનલ ડાયરેકટર આર કે નાયડુએ અભિનંદન પાઠવ્યા હતાં.

શિક્ષક દિવસે કડી સર્વે વિદ્યાલય સંચાલીત શાળામાંથી 1350 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 33 વિદ્યાર્થીઓનું સેકટર 23 ખીમજીભાઇ હોલમાં સન્માન કરાયુ હતું. સમારંભમાં સંસ્થાના ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યુ હતું કે શિક્ષક દિને જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતાં. તેમણે શિક્ષકની જવાબદારી અંગે સમજ પડી હશે. શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. શિક્ષક વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સંચાર કરતો હોય છે. જો ક્લાસમાં શિક્ષક ભયમુક્ત વાતાવરણ સર્જે તો તે સાચા શિક્ષક સમાન છે. પ્રમુખ કનુભાઇ પટેલે કહ્યુ કે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે. વિજળી અને પાણી બચાવી સ્વચ્છ ભારતમાં નિર્માણમાં વિદ્યાર્થીઓએ સહયોગ આપવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો