તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ અભિયાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાળાઅને કાલેજના અભ્યાસ બાદ કારકિર્દી માટે પસંદગી કરવા માટે વિદ્યાર્થીઓ અવઢવમાં હોય છે. તેઓને કોર્ષ પસંદગી કરવાની પ્રક્રિયામાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે. ત્યારે શાળા અને કોલેજના અભ્યાસ પછી ભારતીય એરફોર્સમાં કારકિર્દીમાં તકો અંગે જાગૃતિ અભિયાન શરૂ કરાયુ છે. જે અંતર્ગત સેકટર 15 સ્થિત એલડીઆરપી કેમ્પસ ખાતે શનિવારે એરફોર્સ દ્વારા પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.ઉલ્લેખનિય છે કે 5 દિવસીય અવેરનેશ પ્રોગ્રામમાં 5 હજાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યુ હતું.

ભારતભરમાં વિવિધ સ્થળોએ એરફોર્સ દ્વારા ‘કેરીયર ઓપ્સન ઇન એરફોર્સ એવેરનેશ’ નિમિતે પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરાયું છે. ગાંધીનગરની આધારશીલા સ્કૂલ, ગવર્મેન્ટ એંન્જીનિયરીંગ કોલેજ, ગાંધીનગર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી અને સેકટર 15 સ્થિત એલડીઆરપી કોલેજના કેમ્પસમાં પ્રદર્શનનું આયોજન કરાયુ હતું. જે અંતર્ગત શનિવારે એલડીઆરપી કેમ્પસમાં યોજાયેલા પ્રદર્શનમાં પ્લેન અને એરક્રાફ્ટના મોડલ અને પ્લેન શુટનું ડિસ્પ્લે કરાયુ હતું. કેમ્પસમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓે પ્રદર્શન નિહાળ્યુ હતું. જેમાં એરફોર્સના કમાન્ડર દ્વારા વિદ્યાર્થીઓને એરફોર્સ કેવી રીતે કાર્ય કરે છે. તે અંગે માહિતી આપી હતી. વિંગ કમાન્ડર રવિન્દ્ર વત્સે જણાવ્યુ હતું કે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એરફોર્સમાં સારી કારકિર્દીના ઓપ્સન લે તે માટે પ્રદર્શન યોજાયુ હતું. એરફોર્સમાં વિપુલ તકો રહેલી છે. એરફોર્સમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજવળી છે. અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ કેરીયર ઓપ્સન તરીકે ઘણી ફિલ્ડ પસંદ કરે છે. પરંતુ એરફોર્સમાં વિદ્યાર્થીઓને જોડાવવાની તક આપે છે. જેથી એરફોર્સમાં પણ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકે છે.

ગાંધીનગરના જુદી જુદી કોલેજમાં એરફોર્સ કેરીયર ઓપ્સન સંબંધી એક્ઝીબિઝન અને સેમિનારનું આયોજન કરાયુ હતું. જે અંતર્ગત સેકટર 15 સ્થિત એલડીઆરપી કોલેજના કેમ્પસમાં શનિવારે સવારે એરફોર્સને કેરીયર તરીકે પસંદ કરવા માટે પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરાયુ હતું.તસ્વીર -કલ્પેશભટ્ટ

પાટનગરમાં એરફોર્સ દ્વારા કારકિર્દી જાગૃત્તિ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો