તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • એપોલો હોસ્પિટલના રેપ કેસના બંને આરોપી જેલ હવાલે: પાસપોર્ટ જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપોલો હોસ્પિટલના રેપ કેસના બંને આરોપી જેલ હવાલે: પાસપોર્ટ જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એપોલોહોસ્પિટલમાં યુવતિ ઉપર દુષ્કર્મ કેસની ફરિયાદ દાખલ કરાયા બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં.તે દરમિયાન પોલીસે પીડીતા અને બંને આરોપીઓના કપડા, ચાદરો અને મોબાઇલ જપ્ત કર્યા હતાં. રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને સેન્ટ્રલ જેલ હવાલે કરાયા હતા.

પાકિસ્તાનમાંથી ગુજરાતમાં આવીને એપોલો હોસ્પિટલમાં નોકરી કરનાર તબીબ સામે રેપની ફરિયાદ દાખલ થયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં. અડાલજ પોલીસના પીઆઇ કે કે પંડ્યાએ કહ્યું કે બે દિવસના રીમાંડ દરમિયાન પીડીત યુવતિના તથા બંને આરોપીઓના કપડા કબ્જે કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાંથી બેડ પરની ચાદર સહિતની સામગ્રીને લઇ લેવાઇ હતી. આરોપી તબીબ પાકિસ્તાની નાગરિકતા ધરાવતો હોવાથી પાસપોર્ટ જપ્ત કરાયો હતો. બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા શનિવારે ગાંધીનગર જ્યુડીશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં બંને આરોપીઓને સેન્ટ્રલ જેલ હવાલે કરવા મેજીસ્ટ્રેટે હુકમ કર્યો હતો.

દુષ્કર્મના બંને આરોપી ને કોર્ટ માં રજુ કરાયા હતા

પીડીત યુવતી, આરોપીઓના કપડા, મોબાઇલ,બેડની ચાદરો કબજે લેવાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો