તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસાય વેરાના રૂ.3.50 કરોડ વસૂલવા માટે નોટિસ ફટકારાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાપાલિકાદ્વારા મિલકત વેરાની જેમ હવે વ્યવસાય વેરાની 3.50 કરોડની વસૂલાત મેળવવા માટે જાહેર નોટિસ કાઢવામાં આવી છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પગારદાર અને વેપારી દરેકે વ્યવસાય વેરો ભરવાનું ફરજિયાત છે. તેમાં જે વેપારીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 2.50 લાખથી ઓછું હોય અને કર્મચારીના કિસ્સામાં પગાર 6 હજારથી ઓછો હોય તેમને વેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે વેપારીના કિસ્સામાં 2.50 લાખથી 5 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર પર વાર્ષિક રૂપિયા 500, 5 લાખથી 10 લાખ સુધી રૂપિયા 1250 અને 10 લાખથી વધુ વાર્ષિક ટર્નઓવર હોય તો રૂપિયા 2400 વ્યવસાય વેરો લાગુ પડે છે. જ્યારે પગારદાર અને વેતનદારના કિસ્સામાં માસિક 6 હજારથી 9 હજાર પગારદાર માટે રૂપિયા 80, 9 હજારથી 12 હજાર હોય તો રૂપિયા 150 અને 12 હજારથી વધુ પગાર હોય તો વાર્ષિક 200 રૂપિયા વ્યવસાય વેરો ચૂકવવાનું ફરજિયાત છે.

ફિક્સ 2400નો વેરો કોને લાગુ પડે છે

વેપારીઅને પગારદાર સિવાયના કિસ્સામાં વાર્ષિક રૂપિયા 2400 વ્યવસાય વેરો નિયત કરાયો છે. તેમાં એડવોકેટ, સોલિસિટર, નોટરી, ડોક્ટર, આર્કિટેક્ટ, એન્જીનિયર, તમામ કન્સલ્ટન્ટ, સીએ, વીમા સેવાદાર, સર્વેયર, કોન્ટ્રાક્ટર, દલાલ, કમિશન એજન્ટ, ઓટો મોબાઇલ બ્રોકર્સ, ટુર ઓપરેટર, ટ્રાવેલ એજન્ટ, કેબલ ટીવી ઓપરેટર, ફિલ્મ વિતરક, એડ એજન્સી, ટ્યુશન, આઇટી સંસ્થા, ડ્રાઇવિંગ સ્કૂલ, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, આંગડિયા, કુરિયર, હેલ્થ અને મનોરંજન કલબ, પેટ્રોલ પંપ, સર્વિસ સ્ટેશન, સ્ટેમ્પ વેંડર, હોટલ, થિયેટર, તમામ પબ્લિક અને પ્રાઇવેટ લિમિટેડ કંપની, સહકારી મંડળી, રજીસ્ટર થયેલી તમામ પેઢી અને ઔદ્યોગિક એકમ સહિતનો સમાવેશ થાય છે.

મહાપાલિકાને ઓગસ્ટ મહિના સુધીમાં 2.50 કરોડની આવક થઇ ગઇ

વેપારીને 2.50 લાખનાં ટર્નઓવર, પગારદારને 6 હજારની આવક સુધી માફી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો