તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપોલોમાં કેટલા પાકિસ્તાની તબીબ ? IBએ માગ્યો જવાબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તબીબે ફોરેનર એક્ટનો ભંગ કરતા વધુ એક ગુનો દાખલ

ગાંધીનગરનાભાટમાં આવેલી એપોલો હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી યુવતિ પર હોસ્પિટલના તબીબ તથા સર્વન્ટ દ્વારા રેપ કરવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોધાઇ છે અને તબીબ મૂળ પાકિસ્તાની નાગરિક છે તેવુ તપાસમાં ખુલ્યું છે. ત્યારે કેસને ગંભીરતાથી લેતા પોલીસ સક્રિય થઇ ગઇ છે. એપોલોમાં કેટલા પાકિસ્તાની તબીબ ફરજ બજાવે છે. તેની માહિતી માંગવામાં આવી છે. સુત્રોએ જણાવ્યા પ્રમાણે અન્ય પાકિસ્તાની તબીબો પણ અહીં નોકરી કરતા હોવાના ઇનપુટ આઇબીને મળ્યાં છે.

દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ભારતની સરહદે વારંવાર છમકલા કરવામાં આવે છે. બોર્ડર ઉપર ઘુસણખોરી કરીને આતંકવાદનો ફેલાવો કરે છે. ત્યારે ગાંધીનગરના ભાટમાં આવેલી એપોલો હોસ્પિટલમાં ફરજ બજાવનાર તબીબ રમેશ ચૌહાણે અને સર્વન્ટ ચંદુએ સારવાર લઇ રહેલી 19 વર્ષિય યુવતિ ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સંબંધે ધરપકડ બાદ બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યા હતાં અને મેજીસ્ટ્રેટ પારેખે બન્નેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

આરોપી તબીબ પાકિસ્તાની નાગરિકતા ધરાવતો હોવાના પગલે સ્થાનિક પોલીસ અને આઇબી વિભાગ પણ સક્રિય થઇ ગયુ છે. ત્યારે એપોલો હોસ્પિટલમાં કેટલા પાકિસ્તાની તબીબ હાલમાં નોકરી કરી રહ્યા છે તેની વિગતવાર માહિતી માંગવામાં આવી હોવાનુ નજીકના સુત્રોએ જણાવ્યું હતું. એક માહિતી મુજબ હાલમાં એકથી વધુ પાકિસ્તાની તબીબ નોકરી કરી રહ્યા હોવાનુ જાણવા મળે છે.

અમે કઇં કહી શકીએ નહીં : પીઆરઓ

એપોલોહોસ્પિટલના પીઆરઓ સંદિપ જોશીએ કહ્યું હતુ કે ડૉ રમેશ ચૌહાણ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જરૂરી પ્રક્રિયા અને નિયમોનુસારની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી મંજુરી મેળવીને હોસ્પિટલની સેવામાં જોડાયા હતાં. સમગ્ર કેસ તપાસ હેઠળ હોવાથી દિશામાં અમે કઇ કહી શકીએ તેમ નથી

હોસ્પિટલના પીઆરઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર

દુષ્કર્મ કેસ|હોસ્પિટલમાં અન્ય કેટલાક પાકિસ્તાની તબીબો પણ નોકરી કરી રહ્યાંની આઇબીને જાણકારી મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો