• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • શહેરમાંચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત હેપ્પી યુથ

શહેરમાંચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત હેપ્પી યુથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાંચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત હેપ્પી યુથ કલબ દ્વારા હેપ્પી સ્પેરો વિકના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે પાટનગર યોજના ભવન ખાતે પક્ષીઓ પ્રેમીઓને નિ:શુલ્ક 1 હજાર જેટલા ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષોથી ચકલીઓ માટે સેવા કાર્ય કરતાં બે પક્ષી પ્રેમીઓનું સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ સંસ્થા દ્વારા 1 હજાર માળાનું વિતરણ કર્યા બાદ પક્ષી પ્રેમીઓની માંગથી ફરીથી વિતરણ કરવામાં આવ્યું હતું.

હેપ્પી યુથ કલબના સમીર રામીએ જણાવ્યું હતું કે, વિશ્વ ચકલી દિને વિના મુલ્યે એક હજાર ચકલી ઘરનું વિતરણ કર્યું હતું. જેમાં શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલો તથા કેટલાક જાહેર સ્થળો પર ઉનાળાની ગરમીથી પક્ષીઓને રક્ષણ મળે તેવા હેતુથી માળા અને પાણીના કુંડા લગાવવામાં આવ્યા છે. પક્ષીઓની તરસ છીપાવવા માટે 100થી વધારે જગ્યાએ પાણીની પરબ લગાવાઇ છે. તેમજ તેમાં નિયમિત જળવ્યવસ્થાપનની કાળજી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમા પશુપક્ષીઓની હાલત સૌથી ખરાબ થયા છે ત્યારે આવા પક્ષીપ્રેમીઓએ કરેલી કામગીરીની શહેરના જાગૃત લોકોએ નોંધ લઇને તેમની સેવાને બિરદાવી છે અને વધુને વધુ યુવકો પ્રવૃતિમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો.

પક્ષી મિત્રો દ્વારા 1 હજાર ચકલીના માળાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...