આશાવર્કર બહેનોની આજથી રાજ્યવ્યાપી હડતાળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાન કામ સમાન વેતનની માંગ સાથે આશાવર્કરો દ્વારા સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યુ છે. અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતા સરકાર જરૂરીયાત પ્રમાણેનો પગાર આપતી નથી. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સમિતિ દ્વારા બહેનોના શોષણ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે ગત 27 માર્ચે માંગણીઓ નહીં સંતોષવા માટે ગાંધીનગરમાં બેસેલા ધારાસભ્યોના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરમાંથી ગાંધીનગરમાં ઉમટી મોટી સંખ્યામાં ઉમટેલી આંગણવાડી, આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનો વિધાનસભા સુધી પહોંચ તે માટે પાટનગરના તમામ માર્ગો પર પોલીસનો લોખંડી પહેરો ગોઠવીને તમામ માર્ગો પરથી પોતાની માગણી અંગે રજૂઆત કરવા જતી બહેનોને બળજબરીથી પકડીને પોલીસ સ્ટેશને લઇ જવાઇ હતી તો કેટલીક બહેનો પર રીતસરનું દમન પણ ગુજારાયું હતું. તેના વિરોધમાં ફિક્સ અને કોન્ટ્રાક્ટ સંઘર્ષ સમિતિ દ્વારા હડતાલનુ એલાન કરવામાં આવતા આજથી 16 જિલ્લાની 20.400 બહેનો હડતાલમાં જશે. જ્યારે આરોગ્યલક્ષી સેવાઓને ખોરવી નાખી સરકારનુ નાક દબાવશે.

સિમિતિના મહિલા પ્રમુખ ચંન્દ્રિકા સોલંકીએ કહ્યુ કે પોતાના હક માગવા આવેલી બહેનો ઉપર અત્યાચાર કરાતા સરકારે મહિલા વિરોધી માનસિકતા છતી કરી છે. અંગ્રેજોને પણ શરમાવે તેવી સરકારની દમનભરી નીતિઓ અમે વિરોધ કરીએ છીએ.

સરકાર બહેનોની તાકાતને ઓછી ના આંકે. જો બહેનો સરકારની લોખંડી સુરક્ષા તોડીને સીએમના બંગલા સુધી પહોંચી શકતી હોય તો આગામી ચૂંટણીમાં ભાજપ અને તેના ધારાસભ્યોને ગાંધીનગરની બહાર પણ મોકલી શકે છે.

ઉલ્લેખનીય છે કે આશાવર્કરોની રાજ્યભરમાં આજથી શરૂ થયેલી હડતાળથી આરોગ્યવિષયક સેવાઓને અસર થશે.

27 માર્ચે ગાંધીનગરમાં રજૂઆત કરવા આવેલી બહેનો ઉપર અત્યાચારના વિરોધમાં સંઘર્ષ સમિતિનું એલાન

હડતાળથી આરોગ્યલક્ષી સેવાઓ ખોરવાઇ જશે

સમાનકામ સમાન વેતની માંગ કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા બહેનોનુ સાંભળવામા આવતુ નથી. ત્યારે સમિતિ દ્વારા હડતાલનુ શસ્ત્ર ઉઘામવા આવતા આજથી તેનો અમલ થશે. ત્યારે આગામી સમયમાં આવનાર પોલીસ અભિયાન સહિત સગર્ભા બહેનોને રસીકરણ જેવી કામગીરી ખોરવાઇ જશે.

સમાન કામ સમાન વેતનની માગણી સાથે આશાવર્કર બહેનોએ સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

હડતાળમાં કયા જિલ્લાની કેટલી બહેનો જોડાઇને કરશે વિરોધ

આશા બહેનો ઉપર લાઠી ચાર્જ કરાયા બાદ ફિક્સ અને કોન્ટ્રાક્ટ સંઘર્ષ સમિતિએ હડતાલનુ એલાન કર્યુ છે. ત્યારે ગાંધીનગરની 1200, અમવાદની 4200, મહેસાણાની 1200, બનાસકાંઠાની 1800, પાટણની 1100, સાબરકાંઠાની 1000,અરવલ્લીની 700, ભરૂચની 750, ગીર સોમનાથની 1400, વલસાડની 1500,અંકલેશ્વરની 600, રાજકોટની 1200, ભાવનગરની 900, વડોદરાની1300, નડીયાદની 800 અને આણંદની 750 આશાવર્કર, ફેસીલીટર સહિતની બહેનો હડતાલમાં જોડાશે તેમ સમિતિના મહિલા પ્રમુખ ચંન્દ્રિકા સોલંકીએ કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...