રહેણાંક વિસ્તારમાં ચાલતા 8 દવાખાનાને મનપાની નોટીસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરનાં નિર્માણથી દરેક સેકટરોમાં રહેણાંક તથા વાણીજ્ય વિસ્તાર અલગ રાખવામાં આવ્યો છે. પરંતુ શહેરનાં વિકાસની સાથે વસ્તી વધારા સાથે સેવાઓની જરૂર વધતા કોમર્શીયલ એકમોની સંખ્યા વધતી રહી છે. પરંતુ કોમર્શીયલ વિસ્તારમાં જગ્યાનાં અભાવનાં કારણે રહેણાંક વિસ્તારોનાં મકાનોમાં કોમર્શીયલ પ્રવૃતિઓ ધમધમવા લાગી છે. પાટનગરનાં દરેક સેકટરોમાં રીતે શરતભંગ કરીને ચાલતા એકમોનો રાફડો ફાટ્યો છે. મનપા દ્વારા દિશામાં થોડા સમય પહેલા કરવામાં આવેલા સર્વેમાં 1200 જેટલા આવા એકમો સામે આવ્યા હતા. પરંતુ હવે દિશામાં કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

મનપાનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર દબાણ અધિકારી મહેશભાઇ મોડ માફરતે સેકટર 7નાં રહેણાંક વિસ્તારમાં શરતભંગ કરીને કોમર્શીયલ પ્રવૃતિ કરતા 8 દવાખાનાઓને નોટીસો આપવામાં આવી છે. મનપાની કાર્યવાહીને લઇને જુદા જુદા સેકટરોમાં રીતે શરતભંગ કરીને કોમર્શીયલ પ્રવૃતિ કરતા એકમોનાં માલીકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

દબાણ શાખા દ્વારા ઇન્ડોર પેશન્ટ રાખતા સંચાલકોને ચેતવ્યા

અન્ય સમાચારો પણ છે...