તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ધો. 10 ગણિતમાં પાઠ્ય પુસ્તક બહારનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ મુંઝાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10 ગણિતમાં પાઠ્ય- પુસ્તક બહારનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ મુંઝાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોર્ડનીપરીક્ષામા વિદ્યાર્થીઓને સતત ડરાવતા વિષય ગણિતનુ સોમવારે પેપર લેવામાં આવ્યુ હતું. ગણિતને લઇને વિષયથી હોશિયાર વિદ્યાર્થીઓ પણ ગણિતથી ગભરાતા હોય છે. બે દિવસની રજા બાદ સોમવારે લેવાયેલ પેપર એકદમ સરળ અને પાઠ્યપુસ્તક આધારીત જોવા મળ્યુ હતુ. જ્યારે પાઠ્યપુસ્તક બહારનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને મગજને લોડ આપવો પડ્યો હતો. પ્રમેયના નામ બદલી પુછવામાં આવ્યો હતો. જિલ્લામાં કુલ 482 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. કોઇ ગેરરીતિનો કેસ સામે આવ્યો નથી. બોર્ડની પરીક્ષાઓ ધીરેધીરે પૂર્ણતા તરફ જઇ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓનો ભાર પણ હળવો થઇ રહ્યો છે. એક સમય માટે પહેલા ગણિતનુ પેપર લેવાતુ ત્યારે વિદ્યાર્થીઓ વધારે ભાર અનુભવતા હતા. હાલ ચાલી રહેલી પરીક્ષામાં બે દિવસની રજા બાદ સોમવારે ધોરણ 10માં ગણિતનુ પેપર લેવાયુ હતુ. ત્યારે જિલ્લામાં કુલ 30561માંથી 482 ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોઇ કોપી કેસ થયો નથી. શહેરના વિષય નિષ્ણાત કિશોરસિંહ રાજપૂતે કહ્યુ કે,પેપર સંપૂર્ણ રીતે પાઠ્યપુસ્તક આધારીત પુછાયુ હતુ. ત્યારે બહારના પુસ્તકોનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સો ટકા મગજ દોડાવવુ પડ્યુ હતું. વિદ્યાર્થીઓની બુદ્ધિ કસોટી કરવા પાયથાગોરસના પ્રયેમને પ્રતિમેય કરી પુછાયો હતો.પરિણામે વિદ્યાર્થીઓ ચિંતામાં આવી ગયા હતા.

પાઇથાગોરસના પ્રમેયને ‘પ્રતિમેય’ કરીને પુછાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો