તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યાહ્ન ભોજન મંડળના પ્રશ્નો દિલ્હી દરબારમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનામધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને વિકસિત ગુજરાતમાં મામુલી પગાર આપીને કૂપોષિત કરવામાં આવી રહ્યા છે. સમાન કામ પરંતુ સમાન વેતન નહીં આપીને સરકાર કર્મચારીઓનુ શોષણ કરી રહી છે. ત્યારે મધ્યાહન ભોજન યોજના મંડળના પ્રતિનિધિ મંડળે રાજ્યમાથી ચૂંટાયેલા અને દિલ્લીમાં બેઠેલા મંત્રીઓને પગાર વધારા સહિતના પ્રશ્નોના ટકોરા માર્યા હતા અને ઝડપથી સમસ્યાને ઉકેલવા રજૂઆત કરી હતી. જો સરકાર સમાધાન કારી વલણ અપનાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. મધ્યાહન યોજના કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યુ કે સરકાર સંચાલિત કિચન કમ શેડમાં શેકાઇને 6 કલાક સતત કામ કરનાર રસોઇયા, સંચાલક અને પીસરનાર કર્મચારીને માત્ર 1000 રૂપિયા મહેનતાણુ આપવામાં આવે છે. જ્યારે રજૂઆત બાદ મજાક સમાજ 400થી લઇને 600નો વધારો કરાયો છે. ત્યારે યોજનામાં કામ કરતા તમામ કર્મચારીઓ પણ અન્ય કાર્મચારીઓ જેટલો સમય આપીને ફરજ બજાવે છે. ત્યારે શા માટે શોષણ કરવામાં આવે છે ?. કેમ પગાર વધારો આપવામાં આવતો નથી ?.

રાજ્યના સાંસદ અને મંત્રી પુરષોત્તમ રૂપાલા, નારણ કાછડીયા, મનસુખ માંડવીયા અને અનુરાગ ઠાકુરને મળી પગાર વધારા સહિતની માંગણી કરી હતી. વધુમાં કહ્યુ કે સૌનો સાથ સૌનો વિકાસની વ્યાખ્યામાં કામ કરતા વડાપ્રધાનની વ્યાખ્યામાં કેમ મધ્યાહન ભોજનાના કર્મચારીઓને સમાવવામાં આવતા નથી ?.રાજ્યના 96 હજાર કર્મચારીઓને બાકાત રાખવામાં આવી રહ્યા છે તે કેટલે અંશે વાજબી છે. સરકાર બાબતે યોગ્ય વિચારણા નહીં કરે તો આગામી સમયમાં અમારે અમારી માગણીઓને લઇ ગાંધીચિંધ્યો માર્ગ અપનાવવો પડશે.

સમાન કામ સમાન વેતન ના મેડળે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કાર્ય કરતા કર્મચારીઓએ ઉગ્ર રજુઆત કરી હતી

કર્મચારીઓએ મંત્રીને મળી પગાર વધારા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો