તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સરકારી આવાસ મેળવીને અન્યને ભાડે આપનાર સંસ્થા સામે તપાસ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી આવાસ મેળવીને અન્યને ભાડે આપનાર સંસ્થા સામે તપાસ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં સરકારી આવાસો સરકારી અધિકારી, કર્મચારીઓ ઉપરાંત સંસ્થાઓ, શાળાઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારના જાહેર સાહસોને પણ ફાળવવામાં આવ્યાં છે. આમ થતુ હોવાના કારણે કોઈ ઉચ્ચ અધિકારીની બાજુમાં રહેતો પાડોશી પટાવાળો હોવાના બનાવો બને છે. કારણ કે, સંસ્થાઓએ સરકારી આવાસો આલીયા-માલીયાને આપી દીધા હોય છે.

હવે આવા કિસ્સાઓની તપાસ પણ કરવામાં આવનાર છે. કેમ કે, ઉચી કક્ષાનું આવાસ નીમ્ન કક્ષાના કર્મચારીને ફળવાઈ જતુ હોવાથી સરવાળે તો સરકારને ભાડાની આવકની ખોટ પડે છે.

સરકારી જોગવાઈ પ્રમાણે પાટનગરમા આવેલા સરકારી આવાસો બેન્ક, શાળા, એરફોર્સ વિગેરેને પણ ફાળવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં સરકાર આવી સંસ્થાઓ કે, સાહસોના અધિકારી કે કર્મચારીને નહીં પરંતુ સંસ્થાને આવાસ ફાળવે છે અને જે તે સંસ્થા તેના કોઈપણ કર્મચારીને તે આવાસ રહેવા આપી દે છે. આમ થવાના કારણે રાજ્ય સરકારના વર્ગ-૧ના અધિકારીની બાજુમાં કોઈ સંસ્થાને ફાળવાયેલા આવાસમાં તે સંસ્થાનો વર્ગ-૪નો કર્મચારી રહેતો હોય તેવા બનાવો સામાન્ય બની ગયા છે. મામલે ઘણી ફરીયાદો પણ થઈ ચુકી છે. પરંતુ ક્યારેય પગલા લેવાયા નથી.

અયોગ્ય ફાળવણીથી સરકારને ભાડાની આવકની ખોટ

પેટા ભાડૂઆત પાસેથી બજાર ભાડૂ વસુલાશે

ઘણાકિસ્સાઓમાં ગાંધીનગરમાં ઘરનુ ઘર ધરાવતા સરકારી કર્મચારીઓ દ્વારા તેને મળતા સરકારી આવાસ પેટા ભાડેથી આપી દેવામાં આવતાં હોય છે. હવે આવા કિસ્સાઓની પણ તપાસ થવાની છે. જે સેકટરોમાં વધુ સંખ્યામાં સરકારી આવાસો છે ત્યાં તપાસ શરૂ કરાશે. બીજીબાજુ પેટા ભાડૂઆત પકડાશે ત્યાં જેઓને સરકારી આવાસ ફાળવવામાં આવ્યુ છે તેવા ખરા કબ્જેદાર સરકારી અધિકારી, કર્મચારી પાસેથી બજાર દરે ભાડૂ વસુલવા નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો