તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં માર્ચના અંતિમ દિવસોમાં વધી રહેલી ગરમી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્ચમાસના અંતિમ દિવસો વિતિ રહ્યાં છે ત્યારે ગરમીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. દિવસની સાથે રાત્રીનુ તાપમાન પણ ઉંચુ જઇ રહ્યું છે. તેના કારણે આકરી ગરમીના દિવસોની શરૂઆત અનુભવાઇ રહી છે. ગાંધીનગર શહેરમાં સોમવારે મહત્તમ તાપમાનનો પારો 36.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

ફાગણ માસની પૂનમ-હોળીના તહેવારની વિદાય સાથે તાપમાન ઉપર જઇ રહ્યું છે અને સૂર્યનારાયણ ઉનાળાની ગરમીનો પરચો દેખાડવા લાગ્યાં છે. બપોરના સમયે આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. આજે સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો જતાં એસી અને પંખા ફૂલ સ્પીડે ધમધમવા લાગ્યા હતાં. હાલના સંજોગોમાં અટલી ગરમી પડી રહી છે તો મે-વૈશાખ મહિનામાં તો સૂર્યની ગરમી રૌદ્ર સ્વરૂપ પકડે તો નવાઇ નહીં. ગ્લોબલ વોર્મિંગની માઠી અસરના પગલે ગત વર્ષના માર્ચના દિવસોની સરખામણીએ વખતે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 46 ટકા અને સાંજે 5 વાગ્યે 23 ટકા જોવા મળ્યુ હતું. આમ ભેજના પ્રમાણમાં ઘટાડો થવાની સાથે બપોરના સમયે ભારે અકળામણ અનુભવાઇ રહી હતી. જો કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ્સો મોટો તફાવત વર્તાઇ રહ્યો છે. પરંતુ આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન પણ ઉંચુ આવશે. આગામી ચૈત્ર અને વૈશાખ માસમાં તો જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો