તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કાર્યવાહીના આદેશ સામે રોજમદાર ખફા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમાન કામ સામે સમાન વેતનની માગણી કરનારા 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા હંગામી કર્મચારીઓ સરકારના આદેશના પગલે ભારે ખફા થયા છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે એકત્ર થયેલા 150થી વધુ ગ્રામ વિકાસ એજન્સીના હંગામી કર્મચારીઓએ મંત્રણા હાથ ધરી હતી અને આગામી રણનિતી નક્કી કરવા ચર્ચાઓ શરૂ કરી હતી. તેમાં સરકાર દ્વારા કરવામાં આવતા શોષણ સામે તેમણે ભારે રોષની લાગણી પ્રગટ કરી હતી.

રાજ્યની વિવિધ કચેરીઓમાં 11 મહિનાના કરાર પર ફરજ બજાવતા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે અને તેઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જઇ કામથી અળગા થઇ ગયા છે. તેના પગલે ગ્રામ વિકાસ એજન્સીના ક્મિશનરે નોકરીમાં હાજર થાય તો તેમની સામે પોલીસ કાર્યવાહી સુધીના પગલા ભરવાનો આદેશ કર્યો છે. તેના પગલે ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતાં ગાંધીનગર જિલ્લાના તમામ કર્મચારીઓ રોષે ભરાયા છે. આજે એકત્ર થયેલા કઆવા હંગામી ર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. હેમંત નામના એક હંગામી કર્મચારીના જણાવ્યા અનુસાર અમે ગાંધીનગર ડીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. લોકશાહીમાં હક્ક અને અધિકારીની માગણી કરનારા કર્મચારીઓ સામે પ્રકારે સરકાર આકરા પગલા ભરાવનો વિચાર કરે તે કેટલા અંશે વ્યાજબી છે. અમારુ સંગઠન કોઇ કાળે સમાધાન કરવા તૈયાર નથી અને તમામ રોજમદારો છેલ્લીઘડી સુધી લડી લેવાના મૂડમાં છીએ.

ગ્રામ વિકાસ એજન્સીના આંદોલનકારોને નોટિસ અપાતા કર્મચારીઓએ DDOને આવેદન આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો