તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેકટર 22 જૈન દેરાસરમાં તપસ્વીઓનો માળારોહણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેશોભાયાત્રા બાદ તપસ્વીનું શાહી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સોમવારે સેકટર 22 જૈન દેરાસરમાં 47 દિવસીય ઉપધાન તપના કરનાર 125 તપસ્વીઓનો જૈનાચાર્ય નરરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં માળારોહણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપધાન તપ કરનાર તમામ તપસ્વીઓને જૈનાચાર્યે માળા પહેરાવી હતી. પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જૈનાચાર્ય નરરત્નસૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે ઉપધાન તપમાં તપસ્વીઓએ સમાજથી દૂર રહેવાનું હોય છે. જેમ સાધુ જીવન જીવે તે રીતે સાધકે 47 દિવસ ઉપાશ્રયમાં રહેવાનું હોય છે. ઉકાળ્યા વિનાના કાચા પાણીનો સ્પર્શ કરવો સહિતના કઠીન નિયમોનું પાલન કરવાનું હોય છે. નિત્યધ્યાન, કાર્યોત્સર્ગ, પ્રતિક્રમણ અને પરમાત્માની ભક્તિમાં વિધિ પૂર્વકની આરાધના સાધકે કરવાની હોય છે. તમામ આરાધના બાદ તેને આચાર્યની હસ્તે મોક્ષ માળા પહેરાવવામાં આવે છે. માળા આરાધકને સન્માન રૂપે પહેરાવવામાં આવે છે.

125 તપસ્વીઓએ જૈનમુનિની નિશ્રામાં તપ કર્યુ

અન્ય સમાચારો પણ છે...