તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • બે દિવસીય રાષ્ટ્રીય ગણિત અધિવેશનનું સમાપન: 19 રાજ્યના છાત્રોએ ભાગ લીધો

બે દિવસીય રાષ્ટ્રીય ગણિત અધિવેશનનું સમાપન: 19 રાજ્યના છાત્રોએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીસર્વ વિદ્યાલય, પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજ અને ઓલ ઈન્ડિયા રામાનુજ મેથ્સ કલબના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય રાષ્ટ્રીય ગણિત અધિવેશનનું સમાપન થયુ હતું. અધિવેશનમાં 19 રાજ્યોમાં ગણિત વિષયના તજજ્ઞો અને વિદ્યાર્થીઓએ ગણિતને લગતાં મોડલ પ્રદર્શન, ગણિત ક્વીઝ, ગણિત રીલે, ગણિત અંતાક્ષરી તથા ગણિતને સરળ રીતે બનાવવાની પદ્ધતિઓ પર પ્રેઝન્ટેશન સહિતની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો.

સર્વ વિદ્યાલયના કુલપતિ ડી ટી કાપડીયાએ જણાવ્યું હતું કે ગણિતને લગતી યોજોયલી વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહ પૂર્વક વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પ્રોફેસર કડપટ્ટી અને પ્રોફેસર ભાનુમૂર્તિએ ટીચીંગ મેથડોલોજી પર શિક્ષકોને રસપ્રદ વ્યાખ્યાન આપ્યુ હતું. પઝલ-બસ્ટર તરીકે ઓળખાતા જ્યોતીલિંગમે 9, 98, 001 અંકો ધરાવતો 999x 999નો મેજીક સ્વેકર બનાવ્યો હતો. કાર્યક્રમના સમાપનમાં ગુજ કોસ્ટના એડવાઇઝ ડૉ. નરોત્તમ સાહુ, નેશનલ મેથ્સ કન્વેનશનના કન્વીનર ડૉ અજય ગોર, ડૉ. વિણાબેન પટેલ તથા ડૉ. સૂર્યક્રિષ્ના મંત્રાલા ઉપસ્થિત રહ્યા હતાં.

ગણિતને લગતાં મોડલ, ગણિત ક્વિઝ અને ગણિત રીલે સહિતની પ્રવૃતિ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...