તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલોદ્યાનની કાયાપલટ માટે રૂપિયા 9 કરોડનો ખર્ચ મંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકામાંસોમવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વના 6 મુદ્દા પર ચર્ચા વિચારણા કરીને વિવિધ ઠરાવ કરવામાં આવ્યાં તેમાં સેક્ટર 28ના ખ્યાતિપ્રાપ્ત બાલોદ્યાનના નવીનીકરણની યોજના સંબંધે રૂપિયા 9 કરોડના ખર્ચને લીલી ઝંડી આપવામાં આવી હતી. જ્યારે સેક્ટર 13માં ઘોબીઘાટ માટે સરકારે જમીન નહીં ફાળવતાં હવે પાલજ, બાસણ અથવા આદિવાડા ગામમાં તેના માટે જમીનની માગણી કરવા નિર્ણય લેવાયો હતો.

સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે સરિતા ઉદ્યાનની જેમ બાલોદ્યાનની સમુળગી કાયાપલટ કરવાની યોજના પર હવે ઝડપથી મહાપાલિકા આગળ વધશે. અહીં લેન્ડસ્કેપ, રિનોવેશન અને જરૂરી સિવિલ વર્ક કરવામાં આવશે. બેબી ટ્રેન અને બોટિંગ સહિતની સુવિધાને અદ્યતન કરી દેવાશે. સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી મહાપાલિકાની છે અને સફાઇની સિસ્ટમ સફળતાપૂર્વક બેસાડી દેવામાં આવી છે.

આમ છતાં કોઇ વિસ્તારમાં તંત્ર પહોંચતું હોય તો કોર્પોરેટર સફાઇની ગોઠવણ પોતાની રીતે કરી શકશે અને જેસીબી જેવા મશીન પણ ભાડેથી લઇને અને ખાનગી કામદારોને રોકીને જરૂરી સફાઇ કામ રૂપિયા 1 લાખની મર્યાદામાં કરાવી શકશે અને તેમના બિલ મંજુર કરવામાં આવશે.

શહેરી બસમાં ફરી મામાનું ઘર કેટલેનાં જેવું થયું

પાટનગરમાંશહેરી બસની સગવડતાના નામે મોટું મીંડું મુકાઇ ગયું છે અને લોકો હેરાન થઇ રહ્યાં છે. પરંતુ અહીં બસ સેવા આપવા માટે કોન્ટ્રાક્ટરો જાણે નિરસ દેખાઇ રહ્યાં છે. સ્થાયી સમિતિ દ્વારા નવેસરથી ટેન્ટર મગાવવા કહ્યાં પછી પણ ફરીવાર એક ગણેશ એજન્સી નામની કંપનીનું ટેન્ડર આવ્યું હતું અને તેણે રોયલ્ટી તરીકે વર્ષે રૂપિયા 1 લાખ આપવાનું જણાવતા સ્થાયી સમિતિ દ્વારા ફરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરી છે. મતલબ કે શહેરવાસીઓ માટે શહેરી બસની સુવિધાનો મુદ્દો મામનું ઘર કેટેલ, દિવો બળે તેટલેનાં જેવો થઇ ગયો છે.

સિટીએન્જીનિયર માટે કાર ખરીદાશે

મહાપાલિકાનીબાંદકામ શાખાને ધમધમતી કરવા સિટી ઇજનેરની જગ્યા આઉટસોર્સથી ભરવામાં આવી છે અને ગાંધીનગરના જાણકાર એવા પાટનગર યોજના વિભાગમાંથી નિવૃત થયેલા ઇજનેર પંડ્યાને જગ્યા પર લેવામાં આવ્યાં છે. હવે તેમના માટે સ્વીફ્ટ ડિઝાયર કાર લેવા માટે સ્થાયી સમિતિએ મંજુરી આપી છે.

મનપાને ધોબીઘાટ માટે જમીન મળતાં હવે ગ્રામ્ય વિસ્તારો તરફ નજર

અન્ય સમાચારો પણ છે...