તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગરમાં કેસલેશ વ્યવહાર માટે મનપાને મેદાને ઉતારાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ દેશમાં ગોવા સૌપ્રથમ કેસલેશ રાજ્ય બનવા છે. ત્યારે પાટનગરમાં કેસલેશ વ્યવહાર ચાલુ થાય તેના માટે મહાપાલિકાના અદિકારીઓ મેદાને ઉતર્યા છે. શરૂઆતના તબક્કે બેંકર્સ અને નાના વેપારીઓ સાથે બેઠકોનો દેર શરૂ કરાયો છે. બેંક અધિકારીઓ પાસેથી રોકડ વીના કઇ રીતે લેવડ દેવડ થઇ શકે તેની માહિતી મેળવવામાં આવ્યા પછી મહાપાલિકાના અધિકારીઓ દ્વારા નાના વેપારીઓનાં મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજને તેમને માહિતી અપાઇ હતી.કાર્ડ સ્વાઇપ મશીન, ઓનલાઇન પેમેન્ટના વિવિધ વિકલ્પની દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ડી એન સોલંકીએ જણાવ્યું કે તેઓ શહેરમાં આવેલા 42 જેટલા નાના શોપિંગ સેન્ટર્સમાં ખાસ કરીને કરિયાણા, શાકભાજી અને દુધના વેપારીઓ કેસલેશ વ્યવહારમાં જોડાઇ અને દરેક સેક્ટરમાં આવા 4થી 5 નવી પદ્ધતિએ વેપાર કરે તેના માટે પ્રયત્નો કરી રહ્યાં છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે ગાંધીનગરમાં શિક્ષિત વર્ગ વસવાટ કરે છે. તેથી તેમને કેસલેશ વ્યવહારની સમજ વધુ ઝડપથી આવી શકશે. બીજી બાજુ યુવા વર્ગ દ્વારા આજની સ્થિતિએ ઘણાભાગની ખરીદી ઓનલાઇન કરાઇ રહી છે અને ઘણા બિલ પેમેન્ટ ઓનલાઇન અને મોબાઇલ એપથી કરાય છે. સુવિધાનો દરેક ગ્રાહક અને વેપારી અમલ કરે તો કેસલેશ વ્યવહાર ખરા અર્થમાં શક્ય બની શકે તેમ છે અને બેંકમાં લાગતી લાઇનો ઘટી શકે છે. તેમણે કહ્યું કે સોમવારે સંબંધે એસબીઆઇ, એક્સિસ, આન્ધ્ર, એચડીએફસી સહિતની બેંકના અધિકારીઓને બોલાવીને તેઓ વેપારીઓને કઇ રીતે મદદરૂપ થઇ શકે તેમ છે તેની ચર્ચ કરવાની સાથે દરેક બેંકની કેસલેશ વ્યવહાર માટેની કેવી વ્યવસ્થા છે તેની માહિતી મેળવ્યા પછી વેપારી મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજીને બેંક અધિકારીઓએ વિવિધ મોબાઇલ એપની મદદથી કેવી રીતે પેમેન્ટ લઇ શકાય તે સ્પષ્ટ કર્યું હતું.

આજે સેક્ટર 16માં લાઇવ ડેમો યોજાશે

ડીએમસીબારૈયાએ જણાવ્યું કે વાતચીતના માધ્યમથી ઘણા વેપારીઓને ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે લેવું તેની સમજ નહીં પડી રહ્યાંનું બેઠક દરમિયાન ફલિત થિ રહ્યું હતું. બીજી બાજુ કેટલીક વાતોથી નવા પ્રશ્ન ઉપસ્થિત થતાં હતાં. પરિણામે મંગળવારથી દરેક સેક્ટરમાં બેંકના અધિકારીઓ મોબાઇલ અને લેપટોપ સાથે જઇને વેપારીઓને લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપીને પ્રેક્ટિકલ નોલેજ આપે અને વિવિધ પદ્દતિએ કેવી રીતે પેમેન્ટ ગ્રાહક પાસે કરાવવું તથા તે નાણા વેપારીના ખાતામાં કઇ રીતે જમા થાશે. તે હકિકતમાં કરી દેખાડવામાં આવશે. મંગળવારે સેક્ટર 16થી લાઇવ ડેમોની શરૂઆત કરીને તબક્કાવાર સેક્ટરોમાં કામ કરાશે. તેમાં સ્વાભાવિક રીતે વધુને વધુ વેપારીઓ જોડાય તેવી વ્યવસ્થા કરીને સેક્ટર 7, સેક્ટર 21, સેક્ટર 24 સેક્ટર 11 સહિતના મુખ્ય વેપારી વિસ્તારોમાં અગ્રતા ક્રમે ડેમો યોજવામાં આવશે.

દુધ, શાકભાજી, વેપારીઓને સ્વાઇપ મશીન, ઓનલાઇન એપ માટે તૈયાર કરાશે

નોટોની અસર|બેંકર્સ, નાના વેપારીઓ સાથે મહાપાલિકામાં બેઠકોનો દોર

અન્ય સમાચારો પણ છે...