મા તુઝે પ્રણામ, 2017માં કપરા ચઢાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીએ પરિવાર સાથે 25 મિનિટ વિતાવી

વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુજરાતની મુલાકાતો વધી

આગામી2017માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતો વધતા ચૂંટણી જંગની પૂર્વ તૈયારીઓ આરંભાઇ હોવાનું મનાઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના 67મા જન્મદિવસે ગાંધીનગર ખાતે તેમના માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ લીમખેડા અને નવસારી ખાતે જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા પ્રયાણ કર્યુ હતું.

પાટીદાર આંદોલન અને દલિત આંદોલન સહિત અનેક મોરચે ભેખડે ભરાયેલી રાજ્યની ભાજપ સરકાર અને પ્રદેશ નેતાઓનો 2017ના ઇલેક્શનમાં પનો ટુંકો પડશે તેવી અટકળો વચ્ચે જાણે વડાપ્રધાને અત્યારથી પ્રચારકાર્ય આરંભી દીધું હોય એમ 20 દિવસમાં આજે બીજી વાર ગુજરાત પ્રવાસ કર્યો હતો. અગાઉ જામનગરમાં ‘સૌની’ યોજનાના લોકાર્પણ બાદ આજે તેમના 67મા જન્મદિવસે ગાંધીનગર ખાતે લઘુબંધુ પંકજભાઇની સાથે રહેતા માતા હીરાબાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

માતાનાબંગલે ગયેલા વડાપ્રધાનના કાફલાની 2 ખાસ ગાડી કાઢી નખાઇ

વડાપ્રધાનનાઆગમન પહેલા તેમના કાફલામાં સામેલ થતી 4 બુલેટપ્રૂફ ગાડી દિલ્હીથી ટ્રેન દ્વારા અમદાવાદ મોકલાઇ હતી પરંતુ તા. 17મીએ સવારે નરેન્દ્ર મોદી તેમના માતા હિરાબાના આશીર્વાદ લેવા રાયસણ સ્થિત વૃંદાવન બંગલોઝ પર ગયા ત્યારે વિશેષ પૈકીની માત્ર 2 ગાડીનો સમાવેશ કરાયો હતો. મતલબ કે વડાપ્રધાન માતાના ઘરે ગયા ત્યારે એક માતાના સામાન્ય દિકરા તરીકે ગયા હતાં.

મોદીની પાટનગર

મુલાકાત ઉડતી નજરે

હીરાબાના ઘર અાજુ બાજુ પોલીસનો પહેરો,નાગરિકોને ફરકવા પણ દેવાયા

વીજળીની સમસ્યા સર્જાય માટે રાતો

રાત વીજલાઇનો પણ બદલી નંખાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 67માં જન્મદિવસની ઉજવણી તેમના નાનાભાઇ પંકજમોદીના ઘરે જઇને માતા હીરાબા ના આશીર્વાદ લઈને કરી હતી ત્યારબાદ સઘન બંદોબસ્ત સાથે કાફલો હેલીપેડ થઇને લીમખેડા જવા રવાના થયો હતો -કલ્પેશ ભટ્ટ

માતૃવંદના|વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 67મા જન્મદિને માતાના ચરણસ્પર્શ કરી આશિષ મેળવ્યાં

અન્ય સમાચારો પણ છે...