• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ગાંધીનગર તાલુકાના રૂપાલમાં રહેતી 23 વર્ષિય યુવતિ કોલેજમાં જવાનુ

ગાંધીનગર |ગાંધીનગર તાલુકાના રૂપાલમાં રહેતી 23 વર્ષિય યુવતિ કોલેજમાં જવાનુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર તાલુકાના રૂપાલમાં રહેતી 23 વર્ષિય યુવતિ કોલેજમાં જવાનુ કહીને ઘરેથી નિકળી હતી. પરંતુ સાં થવા આવવા છતા ઘરે પરત નહી ફરતા પરિવારજનોએ પેથાપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી. મળતી માહિતી મુજબ તાલુકાના રૂપાલમાં રહેતી પલક વિક્રમભાઇ પટેલ કોલેજમાં અભ્યાસ કરે છે. ત્યારે ગત શુક્રવારે ઘરેથી સવારે કોલેજમાં જઇ રહી હોવાનુ ઘરના સભ્યોને જણાવ્યું હતું. જ્યારે રાત પડવા આવવા છતા તે ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ સગા સબંધીઓને ત્યાં તથા આજુબાજુ અને મિત્ર સર્કલમાં તપાસ કરી હતી. પરંતુ ક્યાંય પતો લાગતા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેની જમાદાર વિજયસિંહ તપાસ ચલાવી રહ્યા છે.

રૂપાલ ગામની યુવતિ કોલેજ જવા નીકળીને ગુમ થઇ

અન્ય સમાચારો પણ છે...