તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરી ગરમીનો દોર શરૂ પારો 36.8 ડિગ્રીએ પહોંચ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેર સિહત જિલ્લામાં શુક્રવારની સરખામણીએ આજે શનિવારે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો એકાએક ઉછાળો આવ્યો હતો. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉંચુ જવાથી ઉકળાટ સાથે બફારો અનુભવાયો હતો. જો કે દિવસ કરતાં રાત્રીના સમયે અસહ્ય ગરમીનો અહેસાસ થતાં લોકો અકળાઇ ગયા હતાં. આમ હવે ગરમી આકરૂ સ્વરૂપ પકડી રહી છે. ચાલુ વર્ષે જિલ્લામાં હિટવેવની શક્યતા હોવાનું સ્થાનિક હવામાન ખાતુ જણાવી રહ્યું છે.

એક ડિગ્રી તાપમાન ઉંચુ જવાથી બપોરના સમયે લોકો અકળાઇ ગયાં હતાં. જ્યારે ભેજનું પ્રમાણ વધીને 60 ટકા થતાં વાતાવરણમાં ભારે ઉકળાટ અનુભવાઇ રહ્યો હતો. સાંજ પડતાં પવન અદ્રશ્ય થઇ જતાં લોકો તોબા પોકારી ગયા હતાં. સાંજના સમયે ભેજનું પ્રમાણ ઘટીને 23 ટકાએ અટક્યુ હતું.

સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર શનિવારે ગાંધીનગર શહેરનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી હતું અને લઘુત્તમ તાપમાન વધીને 22 ડિગ્રી નોંધાયુ હતું. જો કે ગઇ કાલ કરતાં આજે ભેજનું પ્રમાણ ઉંચુ જવાથી અસહ્ય બફારો અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો