તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સિવિલમાં નર્સિગ સ્ટાફની મનમાની, દર્દીના સગા પાસે કરાવે છે સારવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલમાં નર્સિગ સ્ટાફની મનમાની, દર્દીના સગા પાસે કરાવે છે સારવાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનીસિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક વોર્ડમાં ફરજ બજાવતી સિસ્ટર પોતે દવા આપવાની જગ્યાએ દર્દીના સગાને દવા આપવાની ફરજ પડાવે છે. દવા આપવાના સમયે સિસ્ટર હોકાટો કરીને સગાને બોલાવી દવા અને સ્વાસ લેવાનુ સાધન પણ જાતે લગાવી દેવાના ઓર્ડર આપે છે. જ્યારે સિસ્ટર આરામ ફરમાવી રહ્યા હોય છે. ચિત્ર જોઇને દર્દીના સગાઓએ રોષ વ્યક્ત કર્યો છે. જ્યારે સગા દ્વારા પુછવામાં આવે તો સ્ટાફ ઓછુ હોવાનુ બહાનુ બતાવી છટકવાનો રસ્તો બતાવે છે.

પાટનગરની સિવિલનો અંધેર વહિવટનો નમુનો દર્દીના સગાઓને જોવા મળી રહ્યો છે. સિવિલના પીડીયાટ્રીક વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દી બાળકોના સગાઓને વોર્ડમાં ફરજ બજાવતી સિસ્ટરનો કડવો અનુભવ થયો હતો. શુક્રવારે 6 મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યારે બાળકને તબીબે તપાસી સારવાર માટેની દવા ઇખી આપી હતી. દવાને સિસ્ટરે જાતે આપવાની જગ્યાએ દર્દીના સગાને હોકાટા કરી બોલાવી દવા આપી દેવાના આદેશ કરવામાં આવતા હતા.

જ્યારે નાસ લેવાના સાધન પણ જાતે લગાવી દેવા કહેવામાં આવતુ હતું. સિવિલમાં ગરીબ અને ગામડાના લોકો મોટાભાગે સારવાર લેવા આવતા હોય છે. ત્યારે જો સારવાર માટે આપવાની દવાને મેડીકલની રીતે આપવાની જગ્યાએ અન્ય રીતે આપશે અને કોઇનો લાલ દુનિયા છોડશે તો કોણ જવાબદારી ઉઠાવશે ?. બાળકના સગાએ સિસ્ટરને જાતે દવા આપવા કહ્યુ તો જવાબ આપ્યો કે પુરતો સ્ટાફ નથી. વડાપ્રધાન આરોગ્ય સેવાઓને ગામડા અને છેવાડાના લોકો સુધી પહોંચાડવાની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે કર્મચારીઓને સવેતન કરવાની કામગીરીમાં પણ ગાબડા પાડી રહ્યા છે. બાબતે સિવિલ સત્તાધિશો પોતાનો કિંમતી સમય કાઢી સિવિલમાં ચક્કર લગાવી જાત નિરીક્ષણ કરે તેવુ દર્દી બાળકના વાલીએ કહ્યુ હતું.

પીડીયાટ્રીક વોર્ડમાં બિમાર બાળકને દર્દીના સગાને દવા આપવાની ફરજ પડાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો