તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યાં સુધી સમાન કામ, સમાન વેતન નહીં ત્યાં સુધી કામ નહીં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનીવિવિધ કચેરીઓમાં 11 મહિનાના કરારમા ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આંદોલનનુ શસ્ત્ર ઉપાડવામાં આવ્યુ છે. હાલમાં તમામ કચેરીઓમાં કર્મીઓ ગેરહાજર રહી સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે. ત્યારે રાઇટ ફોર ફાઇટના મંડળે ચિમકી ઉચ્ચારી છેકે જ્યાં સુધી સમાન કામ સમાન વેતન નહીં મળે ત્યાં સુધી કામ કરવામાં નહિ આવે. જ્યારે 28 માર્ચે દિલ્લીમાં ધામા નાખી પીએમને અવગત કરવામાં આવશે તેમ વિજય સચદેવે કહ્યુ હતું.

સરકારમાં નોકરી કરતા કર્મચારીઓના વેતનમાં જમીન આસમાનનો તફાવત રાખવામાં આવી રહ્યો છે. કર્મચારીઓ પગાર વધારાની બાબતને લઇને મંત્રોઓ અને અધિકારીઓની કચેરીના પગથિયા ઘસી નાખ્યા છતા કોઇ નિરાકરણ લાવવામા આવતુ હતુ. ત્યારે ફાઇટ ફોર રાઇટના નેજા હેઠળ આંદોલન કરવામાં આવી રહ્યુ છે. મંડળના કર્મચારીઓએ મિશન મંગલમના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સંજય મોદીને મળી આવેદન આપ્યુ હતુ. મંડળના વિજય સચદેવે કહ્યુ કે સરકારમાં રજૂઆત કરવા છતા કોઇ ધ્યાન આપવામાં આવતુ નથી. દેશના પીએમ વિકાસ અને વિકાસની વાત કરી રહ્યા છે. તમામ લોકોનો વિકાસ થાય તે પ્રમાણેની કામગીરી કરવાના વચનો આપી રહ્યા છે. ત્યારે આગામી 28 માર્ચના રોજ અમારા મંડળના સભ્યો દ્વારા સમાન કામ સમાન વેતન આપવાના મુદ્દાને લઇને દિલ્લીમાં ધામા નાખવામાં આવશે. જેમાં પીએમને પણ આવેદન આપીને 11 મહિનાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના વિકાસ કરવાની વાત કરવામાં આવશે. જ્યારે પીએમ તરફથી પણ કોઇ આશાવાદ જોવા નહીં મળે તો રાજ્યમાં આંદોલનને આગમાં પરીવર્તિત કરવામાં આવશે.

11 માસના કર્મીઓ 28 માર્ચે દિલ્લીમાં ધામા નાખશે

પીએમનો પ્રતિસાદ નહીં મળે તો આંદોલન કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો