તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • બાળ સુરક્ષા ક્ષેત્રની સંસ્થાએ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ રજીસ્ટ્રેશન કરાવવું પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ સુરક્ષા ક્ષેત્રની સંસ્થાએ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ રજીસ્ટ્રેશન કરાવવું પડશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, સમાજ સુરક્ષા ખાતા હેઠળ રાજ્ય સ્તરે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટક્સશન સોસાયટી જેમ જિલ્લા સ્તરે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા રાજ્યમાં સંકલિત બાળસુરક્ષા યોજના તેમજ જુવેનાઇલ જસ્ટીસ એક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જુવેનાઇલ જસ્ટીસ એક્ટમાં રજીસ્ટ્રેશન કરાવનાર સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બાળ સુરક્ષા એકમના વિજય પરમારે જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં ગત તા. 15મી જાન્યુઆરીથી જુવેનાઇલ જસ્ટીસ એક્ટ 2015 અમલમાં આવ્યો છે. જે કાયદાની કલમ 41(1) મુજબ બાળકલ્યાણ ક્ષેત્રે કામ કરતી, કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા, કાયદાના સંઘર્ષમાં આવતાં બાળકોને રહેણાકીય સુવિધા પુરી પાડવી હોય તેવી સંસ્થાઓને ફરજિયાત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત રજીસ્ટેશન કરાવવું જરૂરી છે. જે સંસ્થાઓએ જુવેનાઇન જસ્ટેસ એક્ટ 2015 અંતર્ગત રજુસ્ટેશન ના કરાવ્યું હોય તેમણે કલમ 42 મુજબ 1 વર્ષની સજા અથવા એક લાખ સુધીનો દંડ થઇ શકે છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા બાળસુરક્ષા સમિતિના અધ્યક્ષ દ્વારા સુચના અપાઇ છે કે, જિલ્લામાં બાળકલ્યાણ ક્ષેત્રે કામ કરતી કોઇ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન બાકી હોય તો આવી સંસ્થાઓએ બ્લોકનં. એ, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી, સહયોગ સંકુલ, ગાંધીનગરથી ફોર્મ મેળવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીની રૂબરૂમાં તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટ www.sje.gujarat.gov ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. રજીસ્ટ્રેશન કરાવનાર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગરમાં કાર્ય કરતી સંસ્થાઓ ઓનલાઇન ફોર્મ મેળવીને રજીસ્ટ્રેશન કરાવી શકશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો