તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં આગનાં 3 બનાવ સચિવાલયનું એસી ખાક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેરનાં જુદા જુદા સ્થળો પર 24 કલાકનાં સમયગાળા દરમિયાન 3 જગ્યાએ આગ લાગવાનાં બનાવ સામે આવતા ફાયર બ્રિગેડનો કાફલો દોડતો રહ્યો હતો. જેમાં જુના સચિવાલયમાં બ્લોક નંબર 6માં એસીનાં આઉટરમાં, સેકટર 23માં સોડાની લારીમાં તથા સરગાસણમાં વહેલી સવારે આઇ 20 કારમાં આગ લાગી હતી. જેમાં સેકટર 23માં સોડાની લારીમાં લાગેલી આગ લગાવવામાં આવી હોવાનું મનાઇ રહ્યુ છે.

શુક્રવારે સાંજે 8 વાગ્યાનાં અરસામાં જુના સચિવાલયનાં બ્લોક નંબર 6માં લગાવવામાં આવેલા ફ્લીટ એસીનાં આઉટર ફેનનાં બોક્ષમાં અચાનક આગ લાગતા કોલ મળ્યો હતો. ફાયર ટીમે દોડી જઇને એબીપી પાવડરનો ઉપયોગ કરીને આગ કાબુમાં લીધા બાદ એસીનાં ટેકનિશીયનોએ ગેસ ખાલી કરીને રીપેરીંગ શરૂ કરી દીધુ હતુ. જયારે સેકટર 23માં કડી સ્કુલ સામે પડેલી સોડાની લારીમાં રાત્રે 2 વાગ્યાનાં અરસામાં આગ લાગી હોવાનો કોલ આવતા ફાયર ટીમે દોડી જઇને આગ ઓલવી હતી. તદુપરાંત સરગાસણનાં સાર્થક ફેલ્ટમાં રહેતા શૈલેષભાઇ પટેલ પોતાની આઇ-20 કાર લઇને સવારે 7 વાગ્યાનાં અરસામાં સોસાયટીની બહાર નિકળી રહ્યા હતા ત્યારે અચાનક બોનેટમાંથી ધુમાડા સાથે આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઇ હતી. સેકટર 23માં સોડાની જે લારીમાં આગ લાગી તેમાં વિજળીની કોઇ વ્યવસ્થા હોવાથી શોક સર્કિટનાં કારણે આગ લાગવાની કોઇ શકયતા જણાતી નથી. ત્યારે રાત્રે કોઇ દ્વારા આગ લગાડવામાં આવી હોવાની શકયતા છે.

સેક્ટર-23માં સોડાની લારીમાં રાત્રે આગ તથા રાયસણ પાસે કારમાં આગ લાગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો