તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગુ. યુનિ.ના વિદ્યાર્થીઓને PG પ્રવેશ અગ્રીમતા મળવી જોઇએ: વિદ્યાર્થીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુ. યુનિ.ના વિદ્યાર્થીઓને PG પ્રવેશ અગ્રીમતા મળવી જોઇએ: વિદ્યાર્થીઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતયુનિવર્સિટીમાં મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા નવા જીઆરને લઇને રોષ વ્યક્ત કર્યો છે. અભ્યાસ બાદ જેતે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 50 ટકા વિદ્યાર્થીઓને પીજીમાં તેજ યુનિવર્સિટીમાં સીટ ફાળવવામાં આવતી હતી. પરંતુ નવો તૈયાર કરવામાં આવી રહેલા જીઆરમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે ત્યારે હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકશાન વેઠવુ પડે તેમ છે. ત્યારે જીઆરનો અમલ કરવા માંગ કરી છે. જો અમલ કરવામા આવશે તો આંદોલન કરવાની પણ વિદ્યાર્થીઓએ ચિમકી ઉચ્ચારી છે.

ગુજરાત યુનિવર્સિટીના મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકશાન થાય તે પ્રકારનો જીઆર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનુ એક વિદ્યાર્થીએ જણાવતા કહ્યુ કે, જો જીઆરનો અમલ કરવામાં આવશે તો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્યાય થશે. વધુમાં કહ્યુ કે પહેલા પાંચ વર્ષ મેડીકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પીજીનો અભ્યાસ માટે એડમીશન જેતે યુનિવર્સિટીમા મળતુ હતું. પરંતુ હવે જીઆરમાં એવુ જાણવા મળ્યુ છેકે આરોગ્ય વિભાગ પોતાની ટીમ બેસાડી કાઉન્સેલીંગ કરાવશે. જ્યારે પહેલા યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનુ કાઉન્સેલીંગ કરવામાં આવતુ હતુ.

જો સ્ટેટ બોડી કાઉન્સેલીંગ કરશે તો અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. જ્યારે ગુજરાત યુનિવસિટીની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય થશે. ત્યારે સરકાર જે જીઆરની વિચારણા કરી રહી છે તેમાં સુધારો લાવે અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થતો અન્યાય અટકાવે. જો સરકાર આમ નહીં કરે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સાથે તબીબો પણ જોડાશે અને આંદોલન કરવામાં આવશે.

રાજય સરકાર GR તૈયાર કરી રહી છે, વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં મોરચો માંડશે

આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સાથે તબીબો પણ આંદોલનમાં જોડાઇ જશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો