તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ભાવનગર સી ડીવીઝન પોલીસ દ્વારા ત્રાસ ગુજાર્યાનાં આક્ષેપ સાથે SPને હટાવવા માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર સી-ડીવીઝન પોલીસ દ્વારા ત્રાસ ગુજાર્યાનાં આક્ષેપ સાથે SPને હટાવવા માગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરશહેરનાં ગુલશન ટેનામેન્ટમાં રહેતા ફતાણી સમીમબાનુંનાં ઘરે ગત વર્ષે કલર કામ કરવા આવેલો શખ્સ રૂ. 10 હજાર લઇને ચાલ્યો જતા અંગે સ્થાનિક પોલીસમાં ફરીયાદ કરવા ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા ફરીયાદ લેવામાં ગલ્લા તલ્લા કરીને હેરાનગતિ કરવાનાં આક્ષેપ સાથે જવાબદાર સામે પગલા લઇને એસપીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સમીમાબાનું શનિવારથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ધરણા પર બેઠા છે. ન્યાય મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચિમકી તેમનાં દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ગાંધીનગર સેકટર 6ની સત્યાગ્રહ છાવણીએ પોલીસ મંજુરી સાથે ધરણા પર બેઠેલા સમીમબાનુએ જણાવ્યુ હતુ કે મારી સાથે થયેલી છેતરપીડીનાં પુરાવા સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનાં ફરીયાદ કરવા ગઇ હતી. પરંતુ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઓ તથા ડબલ્યુએચસીએ ફરીયાદ લેવામાં ગલ્લા તલ્લા કરીને ફરીયાદ લીધી નહોતી અને અપમાન કર્યુ હતુ. જેને પગલે અમે ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અમને મરી જવા દેવા માંગતી હોય તેમ એમ્બ્યુલન્સ પણ બોલાવી નહોતી. આખરે ઉપરથી ફોન આવતા એમ્બ્યુલન્સ બોલાવી હતી. મુદ્દે એસપીને રજુઆત કરવા છતા ધ્યાન નહી લઇને સતાનો દુરઉપયોગ કરીને અમારી હેરાનગતિ કરી હતી. મારી સામે 186ની ખોટી ફરીયાદ પણ દાખલ કરી હતી. અમારી સાથે પોલીસે કરેલા વર્તન થતા ત્રાસને લઇને રાજય પોલીસ વડાની કચેરી સુધી રજુઆત કરવા છતા સ્થાનિક પોલીસ સામે કોઇ પગલા લેવાતા આખરે ગાંધીનગર ન્યાય મળે ત્યાં સુધી અચોક્કચ મુદત સુધી ઉપવાસ આંદોલન કરીશ. સમીમબાનુ દ્વારા સ્થાનિક એસપી તથા પોલીસનાં અણછાજતુ વર્તન કરીને ફરીયાદ સાંભળનાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.

છેતરપીડીનો ભોગ બનેલી મહિલાની ફરીયાદ ભાવનગર પોલીસે સાંભળતા ન્યાય મેળવવા માટે મહિલા સત્યાગ્રહ છાવણીએ આંદોલન પર બેઠા હતા. તસવીર - કલ્પેશ ભટ્ટ

પોલીસે ફરીયાદ લેવામાં ગલ્લા તલ્લા કરીને મહિલાનું અપમાન કર્યુ હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો