તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્ટેલમાં રહેતી સગીરાને ભગાડનાર સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીગનરજિલ્લામાં સગીરાઓને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને બદઇરાદે ભગાડી જવાનાં કિસ્સા બે વર્ષથી વધી રહ્યા છે. પોક્સો જેવા કડક કાયદા આવવા છતા પ્રકારના વધી રહેલા બનાવો વચ્ચે સેકટર 7ની હોસ્ટેલમાં રહેતી સગીરાને ભગાડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. કીશોરીનાં સંબંધીએ અંગે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ તથા પોક્સો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સેકટર 7 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સેકટર 7નાં એક શૈક્ષણીક સંકુલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને મહિસાગર જિલ્લાનાં વાવીયાનાં મુવાડા ગામે રહેતો કિરણ વસ્તા પટેલ નામનો શખ્સ ગત તા 15નાં રોજ બપોરે લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. જે અંગે હોસ્ટેલ તંત્રને જાણ થતા કિશોરીનાં પરીવારજનોને જાણ કરતા ગાંધીનગર દોડી આવ્યા હતા. જેમાં આરોપીનું નામ સામે આવતા કિશોરીનું બદઇરાદે અપહરણ કરવાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર બનાવને ગંભીરતાથી લઇને કાર્યવાહી કરીને શનિવારે આરોપી કિરણને ઝડપી લીધો હતો.

સે-7 પોલીસે અપહરણ, દુષ્કર્મ તથા પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો