તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપાલિકાએ મિલકતવેરાના બાકીદાર 25 એકમોને સીલ કર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષ2016-17ના વર્ષના કરની આવકના રૂપિયા 30 કરોડના લક્ષાંકને આંબવા માટે છેલ્લા મહિનામાં કડક ઉઘરાણીરૂપે મહાપાલિકાએ બાકીદાર એકમોને તાળા મારવાનું શરૂ કર્યું છે. શહેરભરમાં દોડી રહેલા ટેક્સ ઓફિસરોએ કુલ 25 વાણિજ્ય એકમોને તાળા મારતાં બજારમાં બેઠેલા બાકીદાર એકમોમાં રીતસર હડકંપ મચી ગયો છે.

ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ કહ્યું કે તા. 31મી માર્ચ સુધી બાકીદાર એકમોને સીલ મારવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની કર વસૂલાત 24. 50 કરોડ પર પહોંચી ગઇ છે.

ટેક્સ બ્રાન્ચના સુત્રોના જણાવવા પ્રમાણે મુખ્ય વિસ્તારો પૈકી જીઆઇડીસીમાં 15 એકમોને, ઇન્ફોસિટીમાં 5 એકમોને, સેક્ટર 11માં 3 એકમોને, સેક્ટર 21માં 2 એકમોને સીલ મારવામાં આવ્યા હતાં. તાળાબંધી કરવામાં આવ્યા બાદ બે વેપારી એકમોએ તત્કાલ કરવેરો ભરીને તેમના સીલ ખોલાવી પણ લીધા હતાં. દરમિયાન છેલ્લા પખવાડિયામાં મહાપાલિકાને રૂપિયા 1.75 કરોડની આવક થઇ છે.

હજુ મોટા નામ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓ કડી સંકુલ તથા ચૌધરી શાળાના નાણાં આવ્યા નથી. બીજી બાજુ જીઇબી કોલોનીનો પણ 25 લાખ જેટલો વેરો બાકી બોલે છે.

તાળાબંધીના પગલે ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ દ્વારા રૂપિયા 50 લાખનો હપ્તે ભરવામાં આવ્યો છે અને બાકીના નાણા ભરી દેશે તેવી ખાતરી આપી છે. ઉપરાંત ચીફ ટાઉન પ્લાનરની કચેરી દ્વારા રૂપિયા 25 લાખ તથા ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા રૂપિયા 34 લાખ ભરપાઇ કરવામાં આવ્યાં છે.

30 કરોડના લક્ષ્યાંકને આંબવા માટે ટેક્સ બ્રાન્ચની શહેર આખામાં દોડ

ઓનલાઇનમાં હજુ 2 ટકા વળતર નહીં મળે

ઓનલાઇન કર ચૂકવણી કરનારા કરદાતાઓને બિલમાં મિલકતવેરાની રકમના 2 ટકા વળતર આપવા બજેટ બેઠકમાં નિર્ણય લેવાઇ ગયો છે. પરંતુ સામાન્ય સભામાં મુદ્દે મંજુરી મળી નહીં હોવાથી હાલમાં 0.50 ટકા વળતર મળશે. તેમાં ઓછામાં ઓછું 20 અને વધુમાં વધું 200 રૂપિયા વળતર હાલની સ્થિતિએ મળવા પાત્ર છે. તેના માટે gmc.gipl.in મહાપાલિકાની વેબસાઇટ પર જઇને કરવેરા ભરવાના ઓપ્શનમાં મિલકત ઓળખ નંબર નાખવાથી કેસલેશ ચૂકવણી થઇ શકે છે.

10% રીબેટ 3જી એપ્રિલથી ચાલુ કરાશે

કરવેરાનીઆગોતરી ચૂકવણી કરનારાઓને 10 ટકા વળતર આપવાની યોજના ચાલુ રખાઇ છે. તે તા. 3 એપ્રિલથી અમલમાં આવશે. જો કે વળતરનો લાભ તેવા કરદાતાને અપાશે, જેનું આગળનું બિલ ભરપાઇ કરેલું હશે.

સરકારીવિભાગો પાસે 60 કરોડ લેવાના

સીલમારવાની ધોંસ બોલાવવાથી મહાપાલિકાનો ચાલુ વર્ષનો લક્ષાંક સિદ્ધ થઇ જાય તો પણ રૂપિયા 60 કરોડ જેવી ઉઘરાણી ચડત રહી જવાની છે. મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી બાકી રહેલી રકમ છે અને સરકારી વિભાગો પાસેથી વસૂલ કરવાની થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો