તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • જોબફેરમાં સાયન્સ કોલેજના 45 વિદ્યાર્થીઓને 3 લાખ સુધીનું પેકેજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોબફેરમાં સાયન્સ કોલેજના 45 વિદ્યાર્થીઓને 3 લાખ સુધીનું પેકેજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીસર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એમ એમ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ કોલેજમાં એમ્લોયમેન્ટ એક્સચેન્જ અને ગાંધીનગર કલેક્ટર સતીષ પટેલના સહયોગથી કેમ્પસ ઇન્ટરવ્યુ જોબ ફેરનું શનિવારે સવારે આયોજન કરાયું હતું. જેમાં 1200 જેટલી જગ્યાઓ માટે કેમ્પસમાં 9 કંપનીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં કોલેજના 45 સ્ટુડન્ટને 3 લાખ સુધીના પેકેજ ઓફર થયા હતાં. કેમ્પસ ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇન્સ્ટિટ્યુટના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહે જણાવ્યું હતું કે, જોબફેરમાં કોલેજના 550 વિદ્યાર્થીઓએ ભાગી લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને 1.70થી 3 લાખ સુધીનું પેકેજ મળ્યું હતું. જોબફેરમાં ઘણી કંપનીઓ ત્રીજી વખત આવી હતી. તેમાં પિરામલ ટીસીએસ, હેલ્થકેર, એશીયન પેઇન્ટ, ઓક્સિજન હેલ્થ કેર, જેવર્સન, બાયોટર, રત્નમણિ કેમિકલ્સ અને લિવેરા હેલ્થકેર સહિતની કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ માટે આવી હતી. ઇન્ટરવ્યુમાં એમ એમ પટેલ ઇન્સ્ટિટ્યુટના બીએસસી, એમએસસી, બીફાર્મ, એમ ફાર્મ અને માઇક્રો બાયોલોજી નર્સીંગના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.

1200 જગ્યાઓ માટે 9 કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુમાં હાજર રહી

એમએમ પટેલ ઇન્સ્ટિટ્યુટમાં જોબફેરમાં કોલેજના 550 સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો