લવાડની રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા અંગે સાઇકલ રેલી યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | દહેગામ તાલુકામાં આવેલી રક્ષાશક્તિ યુનિવર્સિટીના એનસીસી યુનિટ દ્વારા સ્વચ્છતા અંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સંદેશાને ફેલાવવાના હેતુ જન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત આરટીબીટીના કર્નલ વિનોદ ભાસ્કરે ઉપસ્થિતત રહી ફલેગ ઓફ કર્યુ હતુ. મુખ્ય મહેમાન તરીકે રક્ષાશક્તિ યુનિવર્સિટી એનસીસીના એસોસિએટ કમાન્ડીંગ ઓફિસર આસુતોષ પાંડેની હાજરીમાં એમ.બી.કોલેજ,વિવેકાનંદ કોલેજ સહિતના કેડેટ્સ દ્વારા લવાડ ગામ સુધી પહોંચી ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશો આપી સ્વચ્છતા ડ્રાઇવ અંતર્ગત સફાઇ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...