ચેક રિટર્ન કેસમાં કુડાસણના શખ્સને 2 વર્ષની કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર | 2017માં આશિષ પંડ્યાએ ધંધાકીય ટેન્ડર ભરવા માટે દિગંતને 15 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. વાયદો પુરો થતાં આશિષ પંડ્યાએ પૈસા માંગતા દિગંતભાઈએ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા પરત ફર્યો હતો. જે અંગે ફરિયાદીએ નોટિસ આપી હતી જેનો કોઈ જવાબ ન મળતા ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા ગાંધીનગર કોર્ટે આરોપી દિગંત એલ. ડોડીયાને બે વર્ષની સાદી કેદની સજા અને 15 લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો હતો. 15 લાખનું વળતર ન ચૂકવે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...