તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોબા સર્કલ પાસે દારૂની 228 બોટલ સાથે કારચાલક ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર તાલુકામાં કોબા સર્કલથી તપોવન સર્કલ તરફ જતા રોડ પર અમિયાપુર ગામ પાસેથી વિદેશી દારૂની 228 સાથે કાર ચાલક ઝડપાયો છે. અડાલજ પોલીસે 3.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરતાં ઝડપાયેલા શખ્સ અને ફરાર થયેલા અન્ય એક શખ્સ મળી કુલ બે સામે ગુનો નોંધ્યો છે.

અડાલજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એસ. બી. પઢેરીયાના માર્ગદર્શનમાં તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પી. ડી. વાઘેલાના બાતમી મળી હતી કે, કોબા સર્કલથી તપોવન સર્કલ થઈ એક મારૂતી સ્વીફ્ટ કાર દારૂનો જથ્થો ભરીને જવાની છે. બાતમીના આધારે પોલીસે કાર રોકી હતી જેને ડ્રાઈવરની બાજુમાં બેઠેલોએક શખ્સ ભાગી ગયો હતો જ્યારે પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલા યુવકનું નામ પુછતા તે અસારવાની પ્રભુનગર સોસાયટીમાં રહેતો મયુર રમેશભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. તો ભાગ ગયેલા શખ્સ અંગે પુછતા તે સિદ્ધપુરના દેથલીગામનો રહેવાસી રાજુ ઉર્ફે લાલો લક્ષ્મણજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. કારમાં ચેક કરતાં તેમાંથી 72,960ની 228 નંગ દારૂની બોટલો મળી આવી હતી.

આ અંગે અડાલજ પોલીસે 3,78,460નો મુદ્દામાલ જપ્ત કરીને બંને શખ્સો સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે ફરાર થયેલા રાજુ ઠાકોરને ઝડપી પાડવા સાથે તેઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.આ ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

અમિયાપુર પાસે દારૂની 228 બોટલો સાથે કાર ચાલક ઝડપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો