તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સન્માન ટાંણે જ વીજ કેબલ કપાતાં 20 મિનિટ માટે ધબડકો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લામાં કિસાન સન્માન યોજનાના કાર્યક્રમનું યોજન કરાયુ હતુ. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા અને વડાપ્રધાનના કાર્યક્રમનું વિશાળ સ્ક્રીન પર લાઇવ પ્રસારણ પર કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે જ નજીકમાં પંપની કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે જેસીબીથી ખોદકામ કરવા દરમિયાન વીજળીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાઇ જવાના કારણે પાવર કટ થવાથી ધબડકો થયો હતો. જેના પગલે દહેગામ શહેરના જીઇબીના નાયબ ઇજનેર દ્વારા સરકારી કાર્યક્રમમાં વિક્ષેપ પાડીને પોતાની બદનામી કરવા સંબંધમાં ફરિયાદ નોંધવા પોલીસને અરજી આપવામાં આવી છે. જેમાં જીઇબીની મિલકતને રૂપિયા 80 હજારનું નુકશાન થયાનું જણાવાયુ હતી.

નાયબ ઇજનેર નરેશભાઇ હરગોવિંદભાઇ પટેલે દહેગામના પોલીસ ઇન્સપેક્ટરને આપેલી લેખિત અરજીમાં ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે પાલૈયા ગામે પરમેશ્વર કોલ્ડ સ્ટોરેજમાં કિસાન સન્માન નિધી યોજનાના કાર્યક્રમનું આયોજન સવારે 10.30થી બપોરે 1.30 દરમિયાન કરાયુ હતુ. તે દરમિયાન 11.30 વાગ્યાના અરસામાં એસ્સાર પેટ્રોલ પંપ કે જેનું વીજળીનું જોડાણ પટેલ હરીભાઇ મુળજીભાઇના નામે લેવાયું છે.

તે પંપની પાછળ કોઇ મંજુરી મેળવ્યા વગર જ જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવતા કેબલ કપાઇ જવાથી પાવર કટ થવાના કારણે કાર્યક્રમમાં વિક્ષેપ થયો હતો અને પોતાની વ્યક્તિગત બદનામી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો