તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખસ ઝડપાઈ ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ શહેર પોલીસે ચામુંડાનગર પાસે વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી પાડ્યો છે. કલોલ શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાછળ નાગદેવનગર તેમજ ચામુંડાનગર પાસે રહેતો જગદીશ ભીખાજી ઠાકોર ગાયના ટેકરા વિસ્તારમાં આવેલ હરીશ ઇલેક્ટ્રીક નામની દુકાનની પાસે વરલી મટકાનો જુગાર રમાડે છે તેવી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે જગદીશને વરલી મટકાનો જુગાર રમાડવાના સાધન સાહિત્ય સહિત રોકડા રૂ.2,620 સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરૂધ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી આવી પ્રવૃતિ વધી રહી છે ત્યારે તેને અટકાવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...